Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત માટે આવ્યા Good News, બજેટ પહેલા IMF એ દેશવાસીઓને કર્યા ખુશ

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. દેશવાસીઓની નજર બજેટમાં થનારી જાહેરાત પર છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ એક સારા સમાચાર આપી દેશવાસીઓને ખુશ કરી દીધા છે. IMF અનુસાર, વૈશ્વિક મંદી વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. IMFનું અનુમાન છે કà
ભારત માટે આવ્યા good news  બજેટ પહેલા imf એ દેશવાસીઓને કર્યા ખુશ
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. દેશવાસીઓની નજર બજેટમાં થનારી જાહેરાત પર છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ એક સારા સમાચાર આપી દેશવાસીઓને ખુશ કરી દીધા છે. IMF અનુસાર, વૈશ્વિક મંદી વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. IMFનું અનુમાન છે કે 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે.
ભારત આશાના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું
કોરોના મહામારીના કારણે વિશ્વના મોટાભાગના દેશ મંદીની ઝપટમાં આવી ગયા. આ ઓછું હતુ કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું, જે આજે પણ ચાલું છે, જેના કારણે અમેરિકા, યુરોપ સહિત વિશ્વના મોટાભાગના દેશ મંદીની ઝપટમાં આવી ગયા છે. બીજી તરફ ભારત આશાના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે. IMF એ આ વાતની ખરાઈ કરતા વર્ષ 2023-24 માં ભારતનો વિકાસ દર 6.1 ટકા રાખવાનો પોતાનો અંદાજ જાળવી રાખ્યો છે. વળી 2024માં તે 6.8 ટકા રહેશે. IMFએ એમ પણ કહ્યું છે કે મંદીના આ સમયગાળામાં ચીન અને ભારત વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધો યોગદાન આપશે. વળી, અમેરિકા અને યુરોપના દેશો લગભગ 10 ટકા યોગદાન આપશે, જે ખૂબ ઓછું છે.
ભારતની ગતિ અમેરિકા અને ચીન કરતા વધુ ઝડપી હશે
રિપોર્ટને ટ્વિટ કરતી વખતે, IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારત માટે સારી વાત એ છે કે વર્તમાન વર્ષમાં દેશનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતાં વધુ રહેવાની ધારણા છે. 
Advertisement

2024માં સૌથી ઝડપી વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન પ્રથમ
વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2022માં વૈશ્વિક વૃદ્ધિ દર 3.4 ટકા રહેવાની ધારણા છે. જ્યારે 2023માં તે 2.9 ટકા અને 2024માં 3.1 ટકા રહેવાની શક્યતા છે. વર્ષ 2024માં સૌથી ઝડપી વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન પ્રથમ છે. IMF અનુસાર, 2024માં ભારતનો વિકાસ દર 6.8 ટકા રહેવાની ધારણા છે, જ્યારે 2023માં તે 6.1 ટકા રહી શકે છે. મહત્વની વાત એ છે કે કોઈ દેશ ભારતના વિકાસની ગતિની નજીક પણ દેખાતો નથી.

ચીનની અર્થવ્યવસ્થા માટે ખરાબ સાબિત થયું ઝીરો કોવિડ પોલિસી
IMFના રિપોર્ટ અનુસાર, વિકાસશીલ દેશોના આર્થિક વિકાસની ગતિ વિકસિત દેશોની તુલનામાં ઘણી વધારે હોવાની શક્યતા છે. આર્થિક રીતે વિકસિત દેશોનો વિકાસ દર 2022માં 2.7 ટકા રહેવાની શક્યતા છે, જે 2023માં 1.2 ટકા અને 2024માં 1.4 ટકા થઈ શકે છે. બીજી તરફ વિકાસશીલ દેશોના વિકાસ દરની વાત કરીએ તો વર્ષ 2022માં તે 3.9 ટકા, 2023માં 4 ટકા અને 2024માં 4.2 ટકા રહેવાની ધારણા છે. IMFએ પોતાના અનુમાનમાં કહ્યું છે કે વર્ષ 2023 માટે અમેરિકી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 1.4 ટકા, ચીનનો 5.2 ટકા રહી શકે છે. જે ભારતની સરખામણીએ ઓછું છે. જણાવી દઈએ કે, ગત વર્ષ ચીન માટે ખૂબ જ પડકારજનક રહ્યું છે. ઝીરો કોવિડ પોલિસી ચીનની અર્થવ્યવસ્થા માટે ખરાબ વર્ષ સાબિત થયું. પરંતુ નવું વર્ષ ભારતના પાડોશી દેશ માટે રાહત આપનારું બની શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.