Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલ પર્યટન પ્રેમીઓ માટે Good News, આજથી અમદાવાદ-હિમાચલ ટ્રેન સેવા શરૂ

અમદાવાદથી હિમાચલ પ્રદેશ જતા મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજથી અમદાવાદ-હિમાચલની ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન દૈનિક ધોરણે અમદાવાદના સાબરમતીથી હુમાચલ પ્રદેશ જશે. હિમાચલ પર્યટન પ્રેમીઓને હવે અમદાવાદથી સીધી ટ્રેન મળશે. આ ટ્રેન દૈનિક ધોરણે અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી સવારે 9.45 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 11.55 કલાકે દોલતપુર પહોંચશે. મહત્વનું છે કે, રેલ્વ
હિમાચલ પર્યટન પ્રેમીઓ માટે good news  આજથી અમદાવાદ હિમાચલ ટ્રેન સેવા શરૂ
અમદાવાદથી હિમાચલ પ્રદેશ જતા મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજથી અમદાવાદ-હિમાચલની ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન દૈનિક ધોરણે અમદાવાદના સાબરમતીથી હુમાચલ પ્રદેશ જશે. 
હિમાચલ પર્યટન પ્રેમીઓને હવે અમદાવાદથી સીધી ટ્રેન મળશે. આ ટ્રેન દૈનિક ધોરણે અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી સવારે 9.45 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 11.55 કલાકે દોલતપુર પહોંચશે. મહત્વનું છે કે, રેલ્વે સત્તામંડળ દ્વારા ટ્રેન નં. 19717/18 જયપુર-દોલતપુર ચોક-જયપુર (દૈનિક) તેમજ ટ્રેન નં. 20911/12 સાબરમતી-અજમેર-સાબરમતી (દૈનિક) નું વિલિનીકરણ કરીને સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સોમવારે આબુ રોડ ખાતે આ ઉદ્ઘાટક સ્પેશિયલ રેલ્વે સેવાનો રેલમંત્રી દ્વારા શુભારંભ કરાવાયો હતો.
માર્ગમાં આ ટ્રેન મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબૂરોડ, સ્વરૂપગંજ, પિંડવાડા, નાના, ફાલના, રાણી, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, મદાર, કિશનગઢ, ફુલેરા, જયપુર, ગાંધીનગર (જયપુર), દૌસા, બાંદીકુઈ, રાજગઢ, અલવર, ખૈરથલ, રેવાડી, ઝજ્જર, રોહતક, જુલાના, જિન્દ, ઉચાના, નરવાના, કૈથલ, કુરૂક્ષેત્ર, અંબાલા કેન્ટ, ચંદીગઢ, સાહિબજાદાનગર, મોરિંડા, રૂપનગર, આનંદપુર, નંગલ ધામ, ઉના હિમાચલ તેમજ અંબ અંદૌરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન શરૂ થતા અમદાવાદથી હિમાચલ પ્રદેશ હરવા-ફરવા જવા માંગતા લોકોને મોટી રાહત મળી રહેશે. સીધી ટ્રેન સેવા મળી રહેતા તેઓની સુવિધા વધી જશે. બે ટ્રેનોને મર્જ કરીને એક ટ્રેન સેવા શરૂ થતા અમદાવાદથી જયપુર જવા માંગતા લોકોને પણ હવે સરળતા થઇ જશે. ગુજરાત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના મુસાફરો માટે આ ટ્રેન સેવા સુલભ બની રહેશે. 
Advertisement
Tags :
Advertisement

.