Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગીરગઢડાના યુવકે છૂટાછેડાને 1 વર્ષ પુરુ થતા પેંડા વહેંચી કરી ઉજવણી

લોકો લગ્નતિથીની ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની પેંડા વ્હેંચીને ઉજવણી કરી છે. એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વ્હેંચ્યા હતા એ રીતે એ ઘટનાના 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે. 3 વર્ષના લગ્નજીવન બાદ લીધા હતા છૂટાછેડા ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના ભરતભાઇ કોટડિયાનાં લગ્ન 2018 માં કોદિયા ગામની જ્ઞાતિનીજ એક યુવતી સાથ
11:30 AM Jan 12, 2023 IST | Vipul Pandya
લોકો લગ્નતિથીની ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની પેંડા વ્હેંચીને ઉજવણી કરી છે. એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વ્હેંચ્યા હતા એ રીતે એ ઘટનાના 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે. 
3 વર્ષના લગ્નજીવન બાદ લીધા હતા છૂટાછેડા 
ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના ભરતભાઇ કોટડિયાનાં લગ્ન 2018 માં કોદિયા ગામની જ્ઞાતિનીજ એક યુવતી સાથે રિતી રિવાજ મુજબ થયા હતા. 3 વર્ષ સુધી બંનેનો ઘરસંસાર ચાલ્યો. જેમાં સતત ઘરકંકાસને લીધે તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છેક 2021 માં બંનેના છૂટાછેડા થયા. એ વખતે તેમણે પોતાના છૂટાછેડાની ઉજવણી કરી. સગાંવ્હાલાં, મિત્રો, ઓળખીતાને પેંડા વ્હેંચ્યા હતા. આથી એ વખતે સોશ્યલ મીડિયા પર પણ આ ઘટના ખુબજ વાયરલ થઇ હતી. ભરતભાઇને વિદેશથી પણ આ માટેના ફોન આવતા. ભરતભાઇ પાનનો ગલ્લો ધરાવે છે. તાજેતરમાંજ તેમના છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં તેમણે ફરી બધાને પેંડા ખવડાવી છૂટાછેડાના 1 વર્ષની ઉજવણી કરી હતી. 
ડાયરામાં પણ ચર્ચા થાય છે આ યુવકના છૂટાછેડાની ઉજવણીની 
આ વાત એટલી બધી ચર્ચાસ્પદ બની હતી કે, આ પંથકમાં કઇ ડાયરો હોય તો કલાકાર પણ ભરતભાઇના છૂટાછેડાની ઉજવણીની કહાણી પોતપોતાની આગવી ઢબે રજૂ કરી લોકોને હસાવે છે. ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાનનો કિસ્સો ડાયરામાં પણ રજૂ થાય છે. ભરતભાઇ કહે છે, જો સારું પાત્ર મળશે તો ફરીથી જરૂર લગ્ન કરીશ એકવાર છૂટાછેડા થયા તો શું થઇ ગયું?
આ પણ વાંચોઃ  તારૂ મુદ્દલ અને વ્યાજ માફ પણ તારી પત્નિને એક દિવસ મારી સાથે મોકલી દે, બેફામ વ્યાજખોરોની અઘટિત માંગણીઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
celebratesdistributingdistrubuteDivorceGirgadhdaGujaratFirstSweetsyouth
Next Article