Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath : સવની ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાં રહેતા મગરનો અદભૂત Video VIral

આ વીડિયો કદાચ કલ્પી પણ ન શકાય પરંતુ તે સત્ય હકીકત છે તે પણ વીડિયોમાંથી સ્પષ્ટ થાય છે. આ વીડિયો સવની ગામ નજીક આવેલા ખોડિયાર મંદિરના ગાગડીયા ધરાનો છે. હિરણ નદીના કિનારે આવેલા ખોડિયાર મંદિરના ધરા પાસે ગાગડીયા ઘૂનો(ધોધ) આવેલો...
gir somnath   સવની ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાં રહેતા મગરનો અદભૂત video viral

આ વીડિયો કદાચ કલ્પી પણ ન શકાય પરંતુ તે સત્ય હકીકત છે તે પણ વીડિયોમાંથી સ્પષ્ટ થાય છે. આ વીડિયો સવની ગામ નજીક આવેલા ખોડિયાર મંદિરના ગાગડીયા ધરાનો છે. હિરણ નદીના કિનારે આવેલા ખોડિયાર મંદિરના ધરા પાસે ગાગડીયા ઘૂનો(ધોધ) આવેલો છે. જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને "શીતલ" નામથી સંબોધે છે.

Advertisement

મહત્વનું છે કે, ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય પરંતુ જીવા ભગત શીતલ ... શીતલ.... નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવે છે. જીવા ભગત તેમને ખાવાનો ખોરાક આપે છે. ત્યારબાદ તેમના માથા પર હાથ ફેરવે છે. અને ત્યારબાદ મગર જતી રહે છે. દ્રશ્યો જરૂર જોખમી છે. પરંતુ હાલ આ વીડિયો વાયરલ થયો છે. અને આ વીડિયો સવની ગામ પાસે આવેલા ખોડિયાર ગાગડીયા ધરાનો હોવાનું મનાય છે.

Advertisement

અહેવાલ : ભાવેશ ઠાકર, ગીર-સોમનાથ

આ પણ વાંચો : અંબાજી મંદિર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ, ભગવાનને રાખડી બાંધવામા આવી

Advertisement

Tags :
Advertisement

.