Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GIDC પોલીસે વિહીતા કેમ ચોકડી નજીકથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું, લાખોનો જથ્થો જપ્ત.

ભરૂચ જિલ્લામાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વિડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વાયરલ વિડીયો બાદ પોલીસે દેશી દારૂના જથ્થાઓ સાથે 8 બુટલેગરો ઉપર કાર્યવાહી કરી હતી અને સાથે જ ચોક્કસ બાતમી મળતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બંધ ગોડાઉનમાંથી 950 થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડતા ગાંધીના ગુજરાતમાં દારૂબà
04:46 PM Feb 07, 2023 IST | Vipul Pandya
ભરૂચ જિલ્લામાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વિડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વાયરલ વિડીયો બાદ પોલીસે દેશી દારૂના જથ્થાઓ સાથે 8 બુટલેગરો ઉપર કાર્યવાહી કરી હતી અને સાથે જ ચોક્કસ બાતમી મળતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બંધ ગોડાઉનમાંથી 950 થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. 
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વિદેશી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની અનેક ચર્ચાઓ વચ્ચે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વાયરલ વિડીયોના પગલે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ ગયા હતા અને ગણતરીની 180 મિનિટમાં જ પોલીસે 8 બુટલેગરોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી વાયરલ વિડીયો બાદ પોલીસ જાણે એક્શનમાં આવી હોય તેમ અંકલેશ્વરના જીઆઇડીસી પોલીસ મથકની હદમાં આવેલા વિહીતા કેમ ચોકડી નજીકના એક બંધ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશીઓનો જથ્થો સંતાડ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી જેના પગલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બંધ ગોડાઉન ઉપર તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં હોવાની માહિતી વચ્ચે ગોડાઉનના તાળા પોલીસે તોડ્યા હતા અને તેમાંથી 950 થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. 
ગોડાઉન માંથી  વિદેશી  દારૂની પેટી મળી 
ગોડાઉન ખોલતાની અંદર જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 956 થી વધુ વિદેશી દારૂની પેટીઓ અને હજારો નંગ દારૂની બોટલો અંદાજિત લાખો રૂપિયાનો મુદ્દા માલ પોલીસને મળી આવ્યો હતો ત્યારે ગોડાઉનમાં દારૂ સંતાડવા માટે માલિકે કયા નીતિ નિયમ મુજબ આપ્યો હતો તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે જો ગોડાઉન ભાડા કરાર વિના આપ્યું હોય તો ગોડાઉન માલિક સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે પ્રશ્ન પણ ઉભો થઈ ગયો છે 

બિનવારસી ગોડાઉનમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો પોલીસને હાથે લાગ્યો.
એક બંધ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના પગલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે જે ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે તેની ઉપર તલાસી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી ચોક્કસ સાબિત થતા પોલીસે ગોડાઉનના લોક તોડી ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં બિનવારસી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી હતી
બંધ ગોડાઉન માંથી અનેક બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો મળી આવી.
અંકલેશ્વરમાં બંધ ગોડાઉનમાંથી મળી આવેલા વિદેશી દારૂના જથ્થામાં મોંઘી દોટ વિદેશી દારૂની બોટલો હોવાનો વિસ્ફોટ થયો છે જેમાં અનેક બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો હોવાની ચોકાવનારી માહિતી સપાટી ઉપર આવી છે ત્યારે ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોય અને વિદેશી દારૂના ગોડાઉનનો ઝડપાઈ જતા હોય તો જાહેર માર્ગો ઉપર વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં રહેતી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે
થોડા દિવસ અગાઉ જ 5 કરોડ ઉપરાંત દારૂનો નાશ કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ દારૂનું ગોડાઉન ઝડપાયું.
ભરૂચ જિલ્લામાં વરસ દરમિયાન વિવિધ પોલીસ મથકોની હદ માંથી ઝડપાયા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને અંદાજિત ભરૂચ જિલ્લામાં પાંચ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયા બાદ જ ગણતરીના દિવસોમાં જ વિદેશી દારૂનો મોટા જથ્થા ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે અંકલેશ્વરમાં વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાઈ જતા પોલીસને પણ વિદેશી દારૂનો સંગ્રહ કરવા માટે જગ્યા પણ નાની પડી શકે છે
આપણ  વાંચો- છાંયા-ખોડીયાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓનો આક્રોશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First- જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
acceleratedBharuchClosedgodownforeignliquorGIDCGujaratFirstPoliceRed
Next Article