માત્ર 2 રૂપિયામાં જડમૂળમાંથી મટાડો ખરજવા જેવો હઠીલો રોગ
આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે આપણા શરીર પર વિપરિત અસરો પડી શકે છે. જેથી આપણને અનેક પ્રકારની બીમારીઓ અને રોગોનો સામનો કરવો પડે છે. આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આખરે શું છે આ ખરજવું?એક્ઝિમા અર્થાત 'ખરજવું'. ખરજવું એ ત્વચાની એવી સ્થિતિ છે જેમાં ચામડી સૂકી, ભીંગડા વળી જાય તેવી બની જાય છે. ચામડી પર ખૂબ જ ખંજવાળ આવે છે.ખરજવà
આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે આપણા શરીર પર વિપરિત અસરો પડી શકે છે. જેથી આપણને અનેક પ્રકારની બીમારીઓ અને રોગોનો સામનો કરવો પડે છે. આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આખરે શું છે આ ખરજવું?
Advertisement
Advertisement
- એક્ઝિમા અર્થાત 'ખરજવું'.
- ખરજવું એ ત્વચાની એવી સ્થિતિ છે જેમાં ચામડી સૂકી, ભીંગડા વળી જાય તેવી બની જાય છે.
- ચામડી પર ખૂબ જ ખંજવાળ આવે છે.
ખરજવું થવાનું કારણ
Advertisement
- ખરજવું સામાન્ય રીતે અતિસંવેદનશીલતા (Hypersensitivity) અથવા એલર્જી (Allergies) ને કારણે થાય છે. જેના કારણે બળતરા થાય છે. અને આ જ બળતરાના કારણે ચામડી પર લાલ ચાઠાં પડી જાય છે.
- ચામડી પર એટલી ખંજવાળ આવે છે કે પોતાના પર કાબુ જ નથી રહેતો. તેમજ ચામડી પર ભીંગડા વળી જાય તેવી સ્થિતિ થઈ જાય છે.
શરીરના કયા ભાગમાં સામાન્ય રીતે ખરજવું થાય ?
- ઘૂંટણની પાછળના ભાગમાં
- કોણી અને કાંડાના વળાંકમાં
- ગળાં પર
- પગની ઘુંટી
- પગની પાનીમાં ખરજવાની અસર સામાન્ય રીતે જોવા મળે છે.
- શિશુઓમાં ચહેરાના ગાલ પર ફોડકી(કે ફોલ્લી) થવાનું શરૂ થઈ જાય છે. થોડાં મહિનાઓ પછી હથેળી અને પગમાં પણ ફોલ્લી કે અળાઈ થવા લાગે છે.
કઈ ઉંમરના લોકોને તે વધુ અસર કરે?
- ખરજવું શિશુ અને નાના બાળકોમાં વધુ જોવા મળે છે.
- જોકે મોટા બાળકો અને પુખ્ત વયના લોકોને પણ ખરજવાની સમસ્યા સતાવતી હોય છે.
ખરજવું થવાના સંકેત અને ચિહ્નો શું છે ?
- ખંજવાળ આવવી
- ચામડી સૂકાઈ જવી
- ચામડી પરલાલાશ પડવી
- ગરમી હોય કે ખંજવાળવાથી ઉઝરડા પડ્યા હોય તો આ ખંજવાળ વધે છે.
ખરજવું થવાની સંભાવના કોને વધારે ?
- સંધિવા(અસ્થમા) કે દમ જેવી બીમારી ધરાવતા કે ભૂતકાળમાં આવી બીમારી થઈ હોય તેવી વ્યક્તિને ખરજવું થવાની શક્યતા વધારે છે.
- પરિવારના કોઈ સભ્યને અગાઉ ખરજવું થયું હોય
- દમની બીમારી હોય કે શ્વાસ સંબંધિત અન્ય કોઈ એલર્જી હોય તો પણ ખરજવાની શક્યતા વધારે રહે છે.
ખરજવું થવાની શક્યતા ક્યારે વધુ ?
- ખરજવું થવાની શક્યતા વધારતા અનેક પરિબળો છે જે દરેક વ્યક્તિ મુજબ અલગ-અલગ હોય છે:
- પર્યાવરણ સંબંધિત પરિબળો( સાબુ, ડિટરજન્ટ્સ, ક્લોરીન અને અન્ય વ્યથિત કરતા પદાર્થો).
- દૂધ, ઈંડા જેવી કેટલીક ખાદ્યચીજોથી પણ ખરજવું અંગેના લક્ષણો જોવા મળી શકે.
- તણાવ પણ એક પરિબળ છે.
- સૂકું વાતાવરણ અને સૂકી ત્વચા પણ ખરજવું થવા કે વધવા માટે મહત્વનું પરિબળ છે.
કેવી રીતે મટાડશો આ હઠીલું ખરજવું ?
- બટેકાને બાફીને તેને સ્મેશ કરી ખરજવાં પર લગાવી, પાટાથી બાંધી દો. તેનાથી ભીનાં, સુકાં કે જૂના ખરજવાંને મૂળમાંથી કાઢી શકાય છે.
- આ સિવાય કાચા બટેકાની છાલ ઉતારી, છાલની પેસ્ટ બનાવી ખરજવાં ઉપર લગાવી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દિવસ આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે.
- આ સિવાય કફ કરનાર પ્રવૃત્તિવાળો આહાર ન લેવો.
- હઠીલા ખરજવાં જેવા રોગમાં બટેકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત છાલ ઘસતા રહેવાથી ખરજવાંનો ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.
એક બાફેલું બટેકું જ અપાવે છે ખરજવા જેવા હઠીલા રોગથી મુક્તિ
ખરજવું એ એક ચેપી રોગ પણ ગણાવી શકાય છે. જો તે શરીરના એક જગ્યાએ થયો હોય તો ફેલાવાની શક્યતા પણ વધી જાય છે. ત્યારે એક બાફેલું બટેકું જ આ હઠીલા રોગને મૂળથી મટાડશે.