વિવાદોમાં રહેતી ડભોઇ નગરપાલિકાની સામાન્ય સભા મોટા વિવાદો વિના સંપન્ન
ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા કાજલબેન દુલાણીની અધ્યક્ષતામાં આજે બપોરના 11 કલાક ના સમયે યોજાઈ હતી જે સમય કરતા અડધો કલાક મોડી શરૂ થઈ હતી જેમાં 32 સદસ્યો હાજર રહ્યા હતાં જેમાં નગરપાલિકા ના જશુભાઈ રોહિત અને મુકુંદ શાહના અવસાન બદલ શોક પસાર કરવામાં આવ્યો હતો. કારોબારી સમિતિના ઠરાવો ને લઈ ઠરાવ બુકમાં માત્ર ચેરમેનની સહીને લઈ વિરોધ પક્ષના સુભાષ ભોજવાણી દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવી જેમા
ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા કાજલબેન દુલાણીની અધ્યક્ષતામાં આજે બપોરના 11 કલાક ના સમયે યોજાઈ હતી જે સમય કરતા અડધો કલાક મોડી શરૂ થઈ હતી જેમાં 32 સદસ્યો હાજર રહ્યા હતાં જેમાં નગરપાલિકા ના જશુભાઈ રોહિત અને મુકુંદ શાહના અવસાન બદલ શોક પસાર કરવામાં આવ્યો હતો. કારોબારી સમિતિના ઠરાવો ને લઈ ઠરાવ બુકમાં માત્ર ચેરમેનની સહીને લઈ વિરોધ પક્ષના સુભાષ ભોજવાણી દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવી જેમાં એક વખતે ચિફ ઓફિસર અને સુભાષ ભોજવાણી વચ્ચે તૂ તૂ મે મે સર્જાઈ હતી.
જયારે ત્રિમાસિક હિસાબોની અપૂરતીને લઈ પણ ગંભીર ક્ષતિને લઈને પણ સતાપક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતાં નિવૃત્ત કર્મચારીઓ ના બાકી નિકળતા આશરે ₹ ૩ કરોડ માટે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ નક્કી કરાયું લેગીસી (ઘન કચરો) વેસ્ટ નિકાલ માટે પણ પ્રમુખને સતા આપી બહાલ રાખવામાં આવ્યો હતો. ગ્રાંટની બચત અને નવી આવેલી ગ્રાંટ 70:30 માં વાપરવાને વોર્ડ દિઠ વહેચવા સતા પક્ષે વિપક્ષ પાસે વિગતો માંગી છે.
જયારે નગરની સાંકળી ગલીઓમાં સફાઇ કરી શકે તેવુ ટાટા એસ ગોલ્ડ પર હાઈ પ્રેશર જેટીંગ કલીનર મશિન જેનો અંદાજિત ખર્ચ રૂ. 22 લાખ જેટલો ખર્ચ હોવાને લઈ સત્તા પક્ષ દ્વારા લેવાનું નક્કી કરાયું છે. વિપક્ષ નેતા સુભાષ ભોજવાનીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા પાસે રૂ. 28 લાખનું જેટીંગ મશીન પડયું છે જેને એવો વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે ગરમાગરમ લઈ ચર્ચા કરી હતી. આમ ડભોઇ નગરપાલિકાની સમાન્ય સભા આવનાર ચૂટણીને ધ્યાનમાં લઇ ઓડીટોરીયમ ઈન્ટીરીયર કામોને નાણાંપંચને સોંપવાનું નક્કી કરાયું હતું.
Advertisement