Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GCCI અને તેની રિજનલ ચેમ્બરોએ બજેટને આવકાર્યુ , CNG/PNGમાં વેટ ઘટાડા માટે માન્યો આભાર

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ પટેલે (આજે) તા. 24મી ફેબ્રુઆરી, 2023એ વર્ષ 2023-24નું રાજ્યનું બજેટ રજૂ કર્યું. GCCIના પ્રમુખ પથિક પટવારી અને તેમના પદાધિકારીઓની ટીમે બજેટને બિરદાવ્યું હતું અને બજેટમાં જાહેર કરાયેલા કેટલાક પ્રગતિશીલ પગલાં પર પ્રકાશ પાડ્યો હતો.સતત 15 વર્ષ માટે સરપ્લસ બજેટ રજૂ કરવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ GCCIએ ગુજરાત સરકારને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ ગુજરાત રાજ્યનું 2023-24નું બજેટ à
gcci અને તેની રિજનલ ચેમ્બરોએ બજેટને આવકાર્યુ   cng pngમાં વેટ ઘટાડા માટે માન્યો આભાર
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ પટેલે (આજે) તા. 24મી ફેબ્રુઆરી, 2023એ વર્ષ 2023-24નું રાજ્યનું બજેટ રજૂ કર્યું. GCCIના પ્રમુખ પથિક પટવારી અને તેમના પદાધિકારીઓની ટીમે બજેટને બિરદાવ્યું હતું અને બજેટમાં જાહેર કરાયેલા કેટલાક પ્રગતિશીલ પગલાં પર પ્રકાશ પાડ્યો હતો.
સતત 15 વર્ષ માટે સરપ્લસ બજેટ રજૂ કરવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ GCCIએ ગુજરાત સરકારને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ ગુજરાત રાજ્યનું 2023-24નું બજેટ ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા કેન્દ્રીય બજેટ 23-24નું શ્રેષ્ઠ વિસ્તરણ છે અને તે કેન્દ્રીય બજેટમાં નિર્ધારિત નીતિઓ અને વિઝનને અનુરૂપ છે. તેથી તે રાજ્યમાં એકંદર માળખાકીય વિકાસને પ્રોત્સહિત કરશે,સાથેજ કહ્યું કે બજેટ ખર્ચ રૂ. 3.01 લાખ કરોડ અને ગયા વર્ષની સરખામણીએ 23.38% વધુ છે. તેનાથી ખર્ચને ઉત્તેજન મળશે અને રોજગાર નિર્માણમાં મદદ મળશે.
સરકાર દ્વારા સર્વસમાવેશક વિકાસના પાંચ સ્તંભોની જાહેરાત કરવામાં આવી છે જે માનવ સંસાધન, કૃષિથી લઈને ઉદ્યોગ સુધીના તમામ પાસાઓને આવરી લે છે.
GCCI CNG અને PNG પર વેટમાં 10% ઘટાડાનું સ્વાગત કરે છે, જે ગ્રાહકો તેમજ ઉદ્યોગોને ઘણી રાહત આપશે.ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ ફાળવણી રૂ. 7,030 કરોડથી વધારીને રૂ. 8,589 કરોડ કરવામાં આવી છે, જે ઔદ્યોગિક માળખાના સર્વાંગી વિકાસમાં મદદ કરશે.
ગુજરાતના કુલ વીજ ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન વધારીને 42% કરવામાં આવશે. આ એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2030 સુધીમાં નવીનીકરણીય સ્ત્રોતોમાંથી વીજળીની જરૂરિયાતના 50% સ્ત્રોતને પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. આ માટે રૂ. 1,185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. GETCO સબસ્ટેશન પાસે સરકારી પડતર જમીન પર 2500 મેગાવોટ ક્ષમતાના સોલાર પીવી પ્રોજેક્ટની સ્થાપના રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં વધુ વધારો કરશે.
શિક્ષણ ક્ષેત્ર માટે આ બજેટમાં સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે (રૂ. 43,651 કરોડ) જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો સમાવેશ થાય છે જે કૌશલ્ય વિકાસમાં મદદ કરશે.સંરક્ષણ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ સકારાત્મક પહેલ કરવામાં આવી છે, જેમ કે રાજ્યમાં સંરક્ષણ અને ઉડ્ડયન ગેલેરી અને 10 રક્ષાશક્તિ શાળાઓની સ્થાપના માટે રૂ. 22 કરોડની ફાળવણી.ગ્રીન ગ્રોથ પહેલ માટે ફાળવવામાં આવેલ રૂ. 2 લાખ કરોડ ટકાઉ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
EV માટે રૂ. 270 કરોડની ફાળવણીની જાહેરાતથી ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક વાહન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.હેરિટેજ અને ઈકો-ટૂરિઝમના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, 10,000 કરોડ રૂપિયાની ફાળવણી તેમજ પાંચ મુખ્ય પ્રવાસન સ્થળોના વિકાસ સાથે પ્રવાસન સર્કિટને જોડવાની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ બેંકની રૂ. 4,200 કરોડની લોનનો ઉપયોગ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની નવી યોજનાઓ માટે કરવામાં આવશે. આનાથી સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવામાં અને બધા માટે સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
GCCI દ્વારા આ બજેટમાં જાહેર કરાયેલ અન્ય કેટલીક હકારાત્મક પહેલોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં યુવાનોના Mind to Market  સુધી 70 કરોડની જોગવાઈ જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી 2.0 હેઠળ ગ્રીન સ્ટાર્ટ-અપ સહિત યુવાનોની સર્જનાત્મક ક્ષમતા વધારવા અને આઈડિયા લેવા માટે ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ સેન્ટરની જોગવાઈનો સમાવેશ થાય છે. 
હાઇવેનું છ લેનિંગ માટે 160 કરોડની ફાળવણી  ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રૂ. 20 કરોડની ફાળવણી કરાઇ છે. ક્લસ્ટર આધારિત કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં આઇટી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે 20,000 નવી કોમ્પ્યુટર લેબની સ્થાપના કરાઇ છે. GCCIના પ્રમુખ, પથિક પટવારીએ  જણાવ્યું હતું કે, આ બજેટ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સમાવેશી અને ટકાઉ વિકાસ પહેલનું વધુ એક ઉદાહરણ છે, જેણે ગુજરાતને રાષ્ટ્રનું "ગ્રોથ એન્જીન" બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
GCCI અને તેની રિજનલ ચેમ્બરો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાણામંત્રી, શ્રી કનુભાઈ દેસાઈ, માનનીય ઉદ્યોગ મંત્રી, શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને MSMEs માટેના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ ના દીર્ઘ દ્રષ્ટિ સહિત ઉદ્યોગને અનુકૂળ બજેટ ઘડવામાં તેમના અથાગ પ્રયાસો માટે નો આભાર માન્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.