હિંડનબર્ગ સામે અદાણી ગૃપે બાંયો ચડાવી, કાયદાકિય લડત માટે અમેરીકાના લૉ ફર્મ કર્યું હાયર
અમેરીકન (American) રિસર્ચ ફર્મના રિપોર્ટથી થયેલા ભારે નુંકસાન અને આદાણી ગૃપને (Adani Group) લાગેલા આંચકાને લઈને ગૌતમ અદાણી (Gautam Adani) હવે લડી લેવાના મુડમાં છે. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગને જડબતોડ જવાબ આપવા માટે હવે અદાણી જુથે બદલો લેવાની તૈયારી હેઠળ કાયદાકિય લડત લડવાની શરૂઆત કરી દીધી છે. આ દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાં હેઠળ એક મોટી અને મોંઘી અમેરીકન લો ફર્મને હાયર કરી છે.લીગલ ફર્મ વૉચટેલની પસંદગ
અમેરીકન (American) રિસર્ચ ફર્મના રિપોર્ટથી થયેલા ભારે નુંકસાન અને આદાણી ગૃપને (Adani Group) લાગેલા આંચકાને લઈને ગૌતમ અદાણી (Gautam Adani) હવે લડી લેવાના મુડમાં છે. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગને જડબતોડ જવાબ આપવા માટે હવે અદાણી જુથે બદલો લેવાની તૈયારી હેઠળ કાયદાકિય લડત લડવાની શરૂઆત કરી દીધી છે. આ દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાં હેઠળ એક મોટી અને મોંઘી અમેરીકન લો ફર્મને હાયર કરી છે.
લીગલ ફર્મ વૉચટેલની પસંદગી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંડનબર્ગ સાથે કાયદાકિય લડત લડવા માટે ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી ગૃપે અમેરીકન લીગલ ફર્મ વૉચટેલની પસંદગી કરી છે. આ ફર્મ દુનિયામાં ફેમસ છે અને તેની સૌથી વધારે ચર્ચા વિવાદિત કેસોમાં કાનુની લડત લડવાને લઈને થાય છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જુથને લઈને રોકાણકારોના સેટિંમેન્ટ પર પડે વિપરિત પ્રભાવ અને તેમને આશ્વસ્ત કરવાની દિશામાં લેવામાં આવેલું આ મોટું પગલું છે.
ટૉચના વકિલોની સેવા લેશે
અદાણી જુથ તરફથી પહેલા જ કહેવામાં આવ્યું હતું કે, તેઓ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ વિરૂદ્ધ પોતાની કાયદાકિય લડતની તૈયારી કરી રહી છે. હવે આવેલા રિપોર્ટ પ્રમાણે ગૃપે શોર્ટ સેલ ફર્મને પાઠ ભણાવવા માટે ન્યૂયોર્ક સ્થિત વોચટેલ લિપ્ટન, રોસેન અને કાટ્ઝના ટોપ વકિલોની સેવા લીધી છે.
હિંડનબર્ગ રિપોર્ટ
ઉલ્લેખનિય છે કે, 24 જાન્યુઆરીએ પબ્લિશ કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટમાં અદાણી જુથ પર એકાઉન્ટિંગ ફ્રોડ, સ્ટોર મેન્યુપુલેશન સહિત દેવાંને લઈને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા હતા. હિંડનબર્ગે પોતાના અહેવાલમાં 88 પ્રશ્નો કરીને આરોપ લગાવ્યો હતો જેની અસર અદાણીના શેરમાં પડી અને 10 દિવસમાં જ અદાણીનું માર્કેટ કેપિટલાઈઝેશન અડધોઅડદ થઈ ગયું અને તેની અસર અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી અને દુનિયાના ટોપ ધનકુબેરની યાદીમાં ચોથા સ્થાનેથી ટોપ-20ની બહાર થઈ ગયા.
અદાણી જુથનો જવાબ
હિંડનબર્ગની રિપોર્ટના 88 સવાલોનો જવાબ અદાણી જૂથે 413 પાનામાં આપ્યો. પોતાના જવાબમાં ગૃપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, બદનામ કરવા માટે આ રિપોર્ટ સામે લાવવામાં આવ્યો છે. રિપોર્ટ ખોટી ધારણાઓથી પ્રેરાયેલો છે. અમે દરેક નિયમોનું પાલન કરીએ છીએ અને કાયદાકિય લડતની તૈયારી કરી રહ્યાં છીએ.
કાયદાકિય કાર્યવાહીને આવકારી
જ્યારે હિંડનબર્ગે અદાણી જૂથ દ્વારા કાનૂની કાર્યવાહીને આવકરતા નિવેદનમાં જણાવ્યું કે, અમે અમારા અહેવાલ પર સંપૂર્ણ પક્ષમાં છીએ અને માનીએ છીએ કે અમારી વિરુદ્ધ કરવામાં આવેલી કોઈપણ કાનૂની કાર્યવાહી યોગ્યતા વિનાની હશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement