Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરિમંદિરનો 17 મો પાટોત્સવની ઉજવણીએ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે

પોરબંદર શહેરના સાંદીપનિ હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ નજીક આવી રહ્યો છે. આ પાટોત્સવની તડામાર તૈયારીઓ હરિમંદિરના સેવકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પાટોત્સવમાં સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ, ભાગવત ચતન શિબિર, મેડિકલ કેમ્પ, અખંડ રામધૂન, સ્વતંત્રતા પર્વ, ધ્વજારોહણ, અન્નકુટ દર્શન, ગોવર્ધન પૂજા, હરિમંદિરમાં દિવ્ય ઝાંખી દર્શન, પાટોત્સવ મહાભિષેક પૂજન, પાલખી યાત્રા સહિતના કાર્યક્રમનું આયોજ
હરિમંદિરનો 17 મો પાટોત્સવની ઉજવણીએ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે
પોરબંદર શહેરના સાંદીપનિ હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ નજીક આવી રહ્યો છે. આ પાટોત્સવની તડામાર તૈયારીઓ હરિમંદિરના સેવકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પાટોત્સવમાં સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ, ભાગવત ચતન શિબિર, મેડિકલ કેમ્પ, અખંડ રામધૂન, સ્વતંત્રતા પર્વ, ધ્વજારોહણ, અન્નકુટ દર્શન, ગોવર્ધન પૂજા, હરિમંદિરમાં દિવ્ય ઝાંખી દર્શન, પાટોત્સવ મહાભિષેક પૂજન, પાલખી યાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંદીપનિ હરિમંદિરમાં 17માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સાંદીપનિ હરિમંદિરમાં 17માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાટોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 17માં પાટોત્સવની ઉજવણી પર નજર કરીએ તો તા.ર૬ જાન્યુઆરી તથા 27 જાન્યુઆરીએ સવારે ૯:૩૦થી ૧ર:૩૦, ૩:૩૦થી ૬:૩૦ દરમિયાન ભાગવત  ચિંતન  શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત મેડિકલ કેમ્પમાં દંતયજ્ઞ તા.ર૬થી 28 જાન્યુઆરીએ સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આયોજન, પલ્મોનોલોજી કેમ્પ તા.28 જાન્યુઆરી સવારે ૯થી બપોરે ૧ વાગ્યા દરમિયાન લાયન્સ હોસ્ટિલ પોરબંદર ખાતે યોજાશે તો ર૬થી ર૮ જાન્યુઆરી સુધી અખંડ રામધૂન, સ્વતંત્રતા પર્વની ઉજવણી તા.ર૬ જાન્યુઆરી સવારે ૮થી ૮:૪પ દરમિયાન, સાંદીપનિ હરિમંદિર નૂતન ધ્વજા પૂજન તથા ધ્વજારોહણ કાર્યક્રમ તા.ર૬, ર૭, ર૮ જાન્યુઆરીએ સવારે ૮થી ૯ વાગ્યા દરમિયાન, ર૬ જાન્યુઆરીએ સવારે ૮થી રાત્રીના ૮ સુધી અન્નકુટના દર્શન, ર૬ જાન્યુઆરીએ ગોવર્ધનપૂજા તથા ગૌમાતા પૂજા સવારે ૯થી ૯:૪પ દરમિયાન, શ્રી હરિમંદિરમાં દિવ્ય ઝાંખી દર્શન તા. ર૭ જાન્યુઆરી બપોરે ૪:૩૦થી ૮:૩૦ દરમિયાન યોજાશે 
28  જાન્યુઆરી રાત્રીના ૮થી ૧ વાગ્યા દરમિયાન પાલખી યાત્રાનું આયોજન કરાયું છે. 
ત્યારે તો દરરોજ સાંય આરતી ૭થી ૭:૩૦ કલાકે, તો પાટોત્સવ દરમિયાન મહાભિષેક પૂજા તેમજ ર૮ જાન્યુઆરીએ સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ગૌરવ એવોર્ડમાં દેવર્ષિ એવોર્ડ પથમેળાના ગોઋષી દંતશરણાનંદજી મહારાજ, બ્રહ્મર્ષિ એવોર્ડ કાશીના આચાર્ય વરિષ્ઠ ત્રિપાઠીજી, રાજર્ષિ એવોર્ડ મુંબઇના તુષારભાઇ જાનીને એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ શનિવારે બપોરે ૪ કલાકેથી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાશે. તેમજ ર૮ જાન્યુઆરી રાત્રીના ૮થી ૧ વાગ્યા દરમિયાન પાલખી યાત્રાનું આયોજન કરાયું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.