Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિસનગર: ગટરમાં ગરકાવ બાળકીનું મોત, સ્થાનિકો રોષે ભરાયા

રાજ્યમાં વરસાદીને જોરદાર બેટિંગ એકવાર ફરી શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા લાગ્યા છે. આ વાતાવરણમાં ઘણા રસ્તાઓ ખરાબ થઇ જતા હોય છે. ઘણીવાર રોડ-રસ્તાઓ પર ખુલ્લી ગટરો પણ દેખાતી નથી. ત્યારે કોઇ આવી ખુલ્લી ગટરોમાં ગરકાવ થઇ જાય તો ખબર પણ પડે નહીં. આવું જ કઇંક વિસનગરમાં બન્યું છે. રાજ્યના વિસનગરમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણà«
વિસનગર  ગટરમાં ગરકાવ બાળકીનું મોત  સ્થાનિકો રોષે ભરાયા
રાજ્યમાં વરસાદીને જોરદાર બેટિંગ એકવાર ફરી શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા લાગ્યા છે. આ વાતાવરણમાં ઘણા રસ્તાઓ ખરાબ થઇ જતા હોય છે. ઘણીવાર રોડ-રસ્તાઓ પર ખુલ્લી ગટરો પણ દેખાતી નથી. ત્યારે કોઇ આવી ખુલ્લી ગટરોમાં ગરકાવ થઇ જાય તો ખબર પણ પડે નહીં. આવું જ કઇંક વિસનગરમાં બન્યું છે. 
રાજ્યના વિસનગરમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ત્યારે રાજ્યના વિસનગરમાં એક કરૂણ ઘટના બની છે. વિસનગરમાં ખુલ્લી ગટરમાં એક કિશોરી ગરકાવ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, બાદમાં આ બાળકીને બચાવવા માટેના ખૂબ પ્રયાસો કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે સામે આવ્યું છે કે ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે કિશોરીનું મોત થયું છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, કિશોરી ગટરમાં પડી હોવાનું જાણ થતા જ લોકોના  ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બીજી તરફ તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. જોકે, ભારે જહેમત બાદ જ્યારે કિશોરીને બહાર કાઢવામાં આવી ત્યારે તુરંત જ તેને સારવારઅર્થે લઇ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ખસેડ્યા બાદ કિશોરીને તબીબોએ મૃત જાહેર કરી હતી. 
મહત્વનું છે કે, વિસનગરમાં પોણા કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામે લાગી હતી. બાળકીને શોધવા ત્રણ જેસીબી કામે ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, આખરે કિશોરીનું મોત થતા પરિવાર માટે જાણે આભ ફાટી નીકળ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.