Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગઢડા પોલીસે કેરાળા ગામની વાડીમાંથી 200 પેટી વિદેશી દારૂ પકડયો

ગઢડા (Garhda)તાલુકાના કેરાળા ગામે (Kerala village)આવેલી એક વાડીમાં મકાનમાંથી બાતમીના આધારે તપાસ કરતા પોલીસને (Police)મસ મોટો ભારતીય બનાવટ નો ઇંગ્લીશ દારૂનો જથ્થો હાથ આવતા થર્ટી ફર્સ્ટ ના રંગમાં ભંગ પડયો હોય તેમ પ્યાસીઓ અને બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા પી.આઈ એ.જે. વસાવા અને દિગુભાઈ પટગીર, કુલદિપસિહ ગોહિલ, કૌશીકભાઈ સોરઠીયા, મહેનદરસિહ ગોહિલ, ગોપાલભાઈ à
ગઢડા પોલીસે કેરાળા ગામની વાડીમાંથી 200 પેટી વિદેશી દારૂ પકડયો
ગઢડા (Garhda)તાલુકાના કેરાળા ગામે (Kerala village)આવેલી એક વાડીમાં મકાનમાંથી બાતમીના આધારે તપાસ કરતા પોલીસને (Police)મસ મોટો ભારતીય બનાવટ નો ઇંગ્લીશ દારૂનો જથ્થો હાથ આવતા થર્ટી ફર્સ્ટ ના રંગમાં ભંગ પડયો હોય તેમ પ્યાસીઓ અને બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા પી.આઈ એ.જે. વસાવા અને દિગુભાઈ પટગીર, કુલદિપસિહ ગોહિલ, કૌશીકભાઈ સોરઠીયા, મહેનદરસિહ ગોહિલ, ગોપાલભાઈ વાઢેર, રોહિતસિહ ઝાલા, જીતુભાઈ ચૌહાણ સહિત પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે કેરાળા ગામે એક વાડીમાં છાપો મારતા વાડીના મકાનમાં છૂપાવેલો વિદેશી દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો. 
આ બાબતે વધારે તપાસ કાર્યવાહી હાથ ધરતા આ દારૂનો જથ્થો ગઢડા તાલુકાના કેરાળા ગામે રહેતા ભાયાભાઈ શેખની વાડીમાં છુપાવેલો હોવાનું બહાર આવ્યું હતુ. આ રેઈડ દરમિયાન આરોપી ફરાર થઈ જવામાં સફળ રહેલ. આ રેઈડ દરમિયાન કુલ કેટલા રૂપિયાનો દારૂ હતો તેમજ  મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી વેચાણ થતુ હતુ વિગેરે તમામ બાબતે હાલ ગઢડા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.