ક્રિપ્ટો કરન્સીના નામે 10 કરોડ રુપિયાથી વધારેની ઠગાઇ કરનાારી ગેંગ ઝડપાઇ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનારી ગેંગની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ કરતા હતા. જેમાં જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં લોકો પાસેથી કરોડો રુપિયા પડાવનારી આ ગેંગનો શિકાર પોલીસ કર્મચારીઓ àª
Advertisement
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનારી ગેંગની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ કરતા હતા. જેમાં જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં લોકો પાસેથી કરોડો રુપિયા પડાવનારી આ ગેંગનો શિકાર પોલીસ કર્મચારીઓ પણ બન્યા હતા. ત્યારે હવે પોલીસ દ્વારા આ ગેંગની ધરપકડ કરવામાં આવી છે.
પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગી
સાયબર ક્રાઈમે આ કેસમાં રાજુ લૂખી, અલ્તાફ વઢવાણીયા, વિજય પટેલ અને જુલ્ફીકાર હાલાણીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ ગુજરાત સહિત દેશના 1 હજાર જેટલા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. અમદાવાદનાં મણિનગરમાં રહેતા અને કાપડનો વેપાર કરતા નરેશભાઈ નાગરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ પહેલા વેપારીને વિશ્વાસમાં લઈને રૂપિયા 1.25 લાખની કિંમતના ટ્રોન કોઈનનું રોકાણ કરાવ્યું હતુ. બાદમાં અન્ય મિત્રોનાં પણ પૈસાનું રોકાણ કરાવી ડબલ કરવાની લાલચ આપી આરોપીઓએ ઠગાઈ આચરી હતી. ફરિયાદી નરેશભાઈ નાગરને પરિચિત મિત્રએ બુલેટ્રોન નામની કંપનીના ટ્રોન કોઈનમાં રોકાણ કરાવ્યું હતું. વેપારીને લાલચ આપ હતી કે આ કંપનીમાં સભ્યો બનાવવાથી 7 દિવસમાં રોકાણ કરેલા ટ્રોન કોઈન ડબલ થઈ જશે. આવી લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
સુરતથી આરોપીઓની ધરપકડ
વેપારીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ 1.25 લાખ રૂપિયાની કિંમતનાં 46 હજાર 500 ટ્રોન કોઈન મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરીદાવ્યા હતા. ત્યારબાદ વેપારીએ પોતાના 5 મિત્રોને આ સ્કીમમાં જોડ્યા હતા. જોકે 15 દિવસ સુધી ફરિયાદીનાં ખાતામાં ટ્રોન કોઈન જમા ન થતા વેપારીએ તપાસ કરી તો બુલેટ્રોન નામની કંપની સુરતનાં વિજય પટેલ નામનાં યુવકની હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યબાદ વેપારીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે.
પોલીસ અધિકારી પણ ભોગ બન્યા
આ ગેંગનો અત્યાર સુધીમાં 800થી 1 હજાર લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 10 કરોડ રુપિયા કરતા પણ વધારેની છેતરપિંડી કરી હોવાનો અંદાજ છે. જે દિશામાં સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ સિવાય મહતવની વાત એ છે કે એક પોલીસ અધિકારી પણ આ ટોળકીની ઝપેટમાં આવ્યા હતા અને તેેમની કંપનીમાં રોકાણ કર્યુ હોવાનું સામે આવ્યું છે.