જૂથ અથડામણમાં ફરાર આરોપીઓએ અહીં સંતાડ્યા હતા હથિયાર, આ રીતે આવ્યું સત્ય સામે
કહેવત છે કે, પહેલો સગો તે પાડોશી. પરંતુ આવો સગો ક્યારેક મુસિબત પણ ઉભી કરી શકે છે. આવી જ એક ઘટના યુવક સાથે ઘટી છે. જેણે પોતાના ઘરમાં પાડોશીએ આપેલા હથિયાર છુપાવ્યા, અને ગ્રામ્ય LCBએ તેની ધરપકડ કરી. ધરપકડ બાદ હકિકત સામે આવી છે. પાડોશીએ આપેલ હથિયાર ઘરમાં રાખતા યુવકની ધરપકડ થતા આ હથિયાર અંગેનું રહસ્ય સામે આવ્યું છે. આ હથિયાર ઝડપાયેલ આરોપીના નહિ પરંતુ તેની પાડોશમાં રહેતા બે ભાઈઓના છે. જેમની à
12:08 PM Apr 17, 2022 IST
|
Vipul Pandya
કહેવત છે કે, પહેલો સગો તે પાડોશી. પરંતુ આવો સગો ક્યારેક મુસિબત પણ ઉભી કરી શકે છે. આવી જ એક ઘટના યુવક સાથે ઘટી છે. જેણે પોતાના ઘરમાં પાડોશીએ આપેલા હથિયાર છુપાવ્યા, અને ગ્રામ્ય LCBએ તેની ધરપકડ કરી. ધરપકડ બાદ હકિકત સામે આવી છે.
પાડોશીએ આપેલ હથિયાર ઘરમાં રાખતા યુવકની ધરપકડ થતા આ હથિયાર અંગેનું રહસ્ય સામે આવ્યું છે. આ હથિયાર ઝડપાયેલ આરોપીના નહિ પરંતુ તેની પાડોશમાં રહેતા બે ભાઈઓના છે. જેમની પોલીસે શોધખોળ હાથ ધરી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ નળસરોવરનાં કાયલા ગામેથી કાદર કાલીયા નામનાં યુવકની ધરપકડ કરી છે. કાદર કાલીયાની ધરપકડ તેના ઘરમાથી 2 પિસ્તોલ, એક બાર બોરની રાઈફલ અને 19 જીવતા કારતુસ મળી આવતા કરવામાં આવી હતી. કાદર કાલીયાના ઘરમાથીં હથિયાર મળતા પોલીસે તેને ઝડપી હથિયાર અંગે તપાસ હાથ ધરતા અન્ય બે આરોપીના નામ સામે આવ્યા જેમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ગ્રામ્ય LCBએ આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા બાદ હથિયાર અંગે તપાસ કરતા હકિકત સામે આવી કે, ઝડપાયેલા આરોપીની પાડોશમાં રહતે બે ભાઈ ઈકબાલ બબાણી અને યાશીન બબાણીએ આ હથિયાર છુપાવવા માટે આપ્યા હતા. થોડા સમય પહેલા કાયલા ગામમા થયેલી અથડામણમાં આ બે ભાઈ આરોપી હતા અને હથિયાર તેમના ઘરેથી ન ઝડપાય તે માટે તેમણે આ હથિયાર કાદરભાઈના ઘરે છુપાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.
મહત્વનુ છે કે હથિયાર રાખનાર આરોપીતો ઝડપાઈ ગયા પરંતુ હથિયાર લાવનાર અને તેનો ઉપયોગ કરનાર આરોપી ફરાર છે. જેથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપી અને હથિયાર અંગે કોઈ નવો ખુલાસો થાય છે કે કેમ તે જોવુ મહત્વનું છે.
Next Article