Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધીરેન્દ્ર શાસ્ત્રીના સનાતની દરબારથી બોર્ડર પાર મચ્યો ખળભળાટ, જાણો પાકિસ્તાનના પેટમાં કેમ તેલ રેડાયું ?

બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચાવાળા ચમત્કારોએ સમગ્ર દેશને આશ્ચર્યમાં મૂકી દીધો છે. બાબા લોકોની સમસ્યાઓ તેમના કહ્યા પહેલાજ કાગળ પર લખે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન પણ જણાવે છે. આ જ કારણ છે કે લોકો તેના પર આંધળો વિશ્વાસ કરે છે, પરંતુ આ બધાની વચ્ચે એવા ઘણા લોકો છે જે તેમને કપટી અને દંભી કહે છે.પાકિસ્તાનમાં પણ ઘણા લોકો બાબામાં આસ્થા ધરાવે છે ભલે બાબાના કથિત ચમત્કારો
ધીરેન્દ્ર શાસ્ત્રીના સનાતની દરબારથી બોર્ડર પાર મચ્યો ખળભળાટ  જાણો પાકિસ્તાનના પેટમાં કેમ તેલ રેડાયું
બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચાવાળા ચમત્કારોએ સમગ્ર દેશને આશ્ચર્યમાં મૂકી દીધો છે. બાબા લોકોની સમસ્યાઓ તેમના કહ્યા પહેલાજ કાગળ પર લખે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન પણ જણાવે છે. આ જ કારણ છે કે લોકો તેના પર આંધળો વિશ્વાસ કરે છે, પરંતુ આ બધાની વચ્ચે એવા ઘણા લોકો છે જે તેમને કપટી અને દંભી કહે છે.
પાકિસ્તાનમાં પણ ઘણા લોકો બાબામાં આસ્થા ધરાવે છે 
ભલે બાબાના કથિત ચમત્કારો વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ પાકિસ્તાનમાં એવા લોકો છે જે બાબાના ચમત્કારોને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સરહદ પારની કટ્ટર ગેંગ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારોને ખોટા ઠેરવવા માટે સક્રિય થઇ ગઇ છે, જ્યારે એવા ઘણા લોકો છે જે બાબાને સિદ્ધ માને છે. હવે સવાલ એ થાય છે કે બાબાની દૈવી શક્તિ પાકિસ્તાનને કેમ પરેશાન કરી રહી છે. આવો તમને જણાવીએ તેની પાછળનું કારણ.
પાકિસ્તાનને શું પેટમાં દુઃખે છે ?
વાસ્તવમાં બાબાના દરબારમાં પાકિસ્તાનથી પણ લોકો આવે છે. પાકિસ્તાનના સિંધની એક મહિલા બાબાના આશ્રયમાં આવી, ત્યારે બાબાએ તેની સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા, જેના કારણે પાકિસ્તાનને ખરાબ લાગ્યું. બાબાના ઉપદેશ પાકિસ્તાનમાં પણ સાંભળવા મળે છે. તેમની ચર્ચા અહીં એટલા માટે છે કારણ કે  કટ્ટરપંથી જમાતના નિયમોના ધજ્જિયા ઉડાવી લોકો મોલાનાઓની દલીલો સાંભળવાને બદલે બાબાના પ્રવચન સાંભળવાનું પસંદ કરે છે.
દુષ્ટાત્માઓને બહાર કાઢવાનો પણ દાવો કરે છે 
વાસ્તવમાં બાગેશ્વર ધામના બાબા તેમના મેળાવડામાં આવનારા ભક્તોના મન જાણવાનો દાવો કરે છે,  અને તેમનો ઉકેલ જણાવવાનો પણ દાવો કરે છે. તેઓ લોકો  પર સવાર દુષ્ટ આત્માઓને બહાર કાઢવાનો પણ દાવો કરે છે. તેમના આ દાવાઓને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. તેના પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે, અને બાબાના કથિત ચમત્કારોને ટ્રિક ગણાવવામાં આવી રહ્યા છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.