વોર્નના મૃત્યુ પહેલા મસાજ કરવા આવી હતી ચાર થાઇ મહિલાઓ, CCTV ફૂટેજ વાયરલ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કુદરતી ગણાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં કોઈ પ્રકારની શંકા નથી. વળી, થાઇલેન્ડના રિસોર્ટના CCTV ફૂટેજ સામે આવ્યા છે જ્યાં વોર્નનો મૃતદેહ મળ્યો હતો. આ ફૂટેજથી અનેક સવાલો ઉભા થયા છે. વોર્ન અને તેના મિત્રોને મસાજ કરાવવા માટે ચાર થાઈ મહિલાઓ રિસોર્ટમાં આવી હતી. શેન વોર્નના મૃત્યુ થયાના સ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કુદરતી ગણાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં કોઈ પ્રકારની શંકા નથી. વળી, થાઇલેન્ડના રિસોર્ટના CCTV ફૂટેજ સામે આવ્યા છે જ્યાં વોર્નનો મૃતદેહ મળ્યો હતો. આ ફૂટેજથી અનેક સવાલો ઉભા થયા છે. વોર્ન અને તેના મિત્રોને મસાજ કરાવવા માટે ચાર થાઈ મહિલાઓ રિસોર્ટમાં આવી હતી.
શેન વોર્નના મૃત્યુ થયાના સમાચાર જાણી સૌ કોઇ ચોંકી ગયા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયામાં શેન વોર્નના થાઇલેન્ડમાં અલગ અલગ મહિલાઓ સાથેના ફોટા વાયરલ થઇ રહ્યા છે. જે વધું ચોંકાવનારા છે. જોકે, આ ફોટા વોર્નના જ છે તે પુષ્ટિ કરવામાં આવી નથી. વળી આ ફોટા એવા છે કે તેને અમે બતાવી પણ શકતા નથી. આ સિવાય થાઈલેન્ડ પોલીસે મેળવેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, ચાર મહિલાઓ ત્યાંથી નીકળી રહી છે. શેન વોર્નનો મૃતદેહ મળ્યો તેની થોડી જ મિનિટો પહેલા આ ઘટના બની હતી. આ ચારમાંથી એક મહિલાના કહેવા પ્રમાણે, તેની પાસે પાંચ વાગ્યાનું બુકિંગ હતું જેમાં તેને મસાજ, પગની મસાજ અને નેઇલ ટ્રીટમેન્ટ માટે બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શેન વોર્નનું 4 માર્ચે થાઈલેન્ડના કો સમુઈમાં સમુઝાન વિલામાં નિધન થયું હતું, જ્યાં તે પોતાના મિત્રો સાથે રજાઓ માણવા પહોંચ્યો હતો. થાઈલેન્ડ પોલીસે મેળવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, ચાર મહિલાઓ વિલા છોડીને જઈ રહી છે. મહિલાના કહેવા પ્રમાણે, જ્યારે શેન વોર્નના રૂમનો દરવાજો ન ખૂલ્યો તો તેણે તેના બોસને મેસેજ કર્યો અને કહ્યું કે, શેન વોર્ન દરવાજો ખોલી રહ્યો નથી. થોડા સમય પછી શેન વોર્નના મોતનો મામલો સામે આવ્યો. મસાજ કરતી મહિલાઓના ગયા બાદ મિત્રોએ રૂમ ખોલ્યો તો તેમને શેન વોર્ન બેભાન અવસ્થામાં જોવા મળ્યો. મિત્રોએ શેન વોર્નને CPR આપવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં.
શેન વોર્નનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સૂચવે છે કે, દિગ્ગજ સ્પિનરનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. વળી, થાઈલેન્ડ પોલીસના વડાએ CCTV ફૂટેજ પછી કહ્યું છે કે, શેન વોર્ને મહિલાઓને મસાજ માટે બોલાવી હતી, પરંતુ તેની મૃત્યુ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. પોલીસે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે, શેન વોર્નના રૂમમાંથી લોહીના ડાઘ પણ મળ્યા હતા, જે CPR આપવાના હતા.
Advertisement