Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી LGના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધન થયા ગુસ્સે

વિનય કુમાર સક્સેનાએ ગુરુવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) તરીકે શપથ લીધા. BJP સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધન શપથ ગ્રહણ સમારોહમાં ગુસ્સે થઈ ગયા અને સમારોહ પણ છોડી દીધો. વાસ્તવમાં, તે કાર્યક્રમમાં જે જગ્યાએ બેઠા હતા તેનાથી તે સંતુષ્ટ નહોતા. આવી સ્થિતિમાં તેઓ શપથ લેતા પહેલા જ પાછા ફર્યા હતા. શપથ ગ્રહણમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.દિલ્હીના નવા લેફ્ટàª
દિલ્હી lgના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ હર્ષવર્ધન થયા ગુસ્સે
વિનય કુમાર સક્સેનાએ ગુરુવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) તરીકે શપથ લીધા. BJP સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધન શપથ ગ્રહણ સમારોહમાં ગુસ્સે થઈ ગયા અને સમારોહ પણ છોડી દીધો. વાસ્તવમાં, તે કાર્યક્રમમાં જે જગ્યાએ બેઠા હતા તેનાથી તે સંતુષ્ટ નહોતા. આવી સ્થિતિમાં તેઓ શપથ લેતા પહેલા જ પાછા ફર્યા હતા. શપથ ગ્રહણમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.
દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને BJP સાંસદ ડૉ. હર્ષવર્ધન નારાજ થઈને પરત ફર્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીને જે જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા તેનાથી તેઓ સંતુષ્ટ ન હોતા. દિલ્હીના નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગુરુવારે દિલ્હીના 22માં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે દિવસ પહેલા તેમની નિમણૂક માટે આદેશ જારી કર્યા હતા. LG જે સમયે સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે પત્રકારોને કહ્યું કે, તેમણે સંસદના સભ્યો માટે બેઠક પણ રાખી નથી. આટલું કહીને તે ગુસ્સામાં ત્યાથી નીકળી ગયા હતા. તેમણે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારને કહ્યું કે, 'હું આ અંગે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પત્ર લખીશ.' પૂર્વ કેન્દ્રીય મંત્રીને જે જગ્યાએ બેસાડવામાં આવી રહ્યા હતા તેનાથી તેઓ સંતુષ્ટ નહોતા. અહીં તેમના કાર્યક્રમથી એટલા નારાજ થઇને નીકળી જતા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. 
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બૈજલનું રાજીનામું સ્વીકારી લીધું છે અને વિનય કુમાર સક્સેનાને નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. પાંચ વર્ષ અને ચાર મહિના સુધી દિલ્હીના LG તરીકે ફરજ બજાવતા બૈજલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિનય કુમાર સક્સેનાને તેમના પદ સંભાળવાની તારીખથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના ઉપરાજ્યરાલ નિયુક્ત કરવાની કૃપા કરી છે." લેફ્ટનન્ટ ગવર્નર વિનયે કહ્યું, 'હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે, હું લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નહીં પણ સ્થાનિક ગાર્ડિયન તરીકે કામ કરીશ. હું રાજભવન કરતાં વધુ રસ્તાઓ પર જોવા મળીશ.'
Advertisement
Tags :
Advertisement

.