Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાનિશ કનેરિયાનો મોટો ઘટસ્ફોટ, હિંદુ હોવાના કારણે આફ્રિદીએ મારું જીવન કર્યું ખરાબ

દુનિયામાં નફરત ફેલાવવામાં જો કોઇ દેશ નંબર વન પર હોય તો તે આજે પાકિસ્તાન છે. આવું કેમ કહેવું પડે છે જોકે તે આપણે સૌ જાણીએ જ છીએ. ઘૂસણખોરી હોય કે ક્રિકેટના મેદાને સ્લેજીંગ હોય તમામ દિશામાં તેઓ હર હંમેશા નફરત જ ફેલાવતા આવ્યા છે. જોકે, તેવું નથી કે તેઓ માત્ર ભારત વિરુદ્ધ જ આવું વલણ ધરાવે છે, તેઓ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ સામે પણ કઇંક આવું જ કરતા જોવા મળે છે. તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ ક
દાનિશ કનેરિયાનો મોટો ઘટસ્ફોટ  હિંદુ હોવાના કારણે આફ્રિદીએ મારું જીવન કર્યું ખરાબ
દુનિયામાં નફરત ફેલાવવામાં જો કોઇ દેશ નંબર વન પર હોય તો તે આજે પાકિસ્તાન છે. આવું કેમ કહેવું પડે છે જોકે તે આપણે સૌ જાણીએ જ છીએ. ઘૂસણખોરી હોય કે ક્રિકેટના મેદાને સ્લેજીંગ હોય તમામ દિશામાં તેઓ હર હંમેશા નફરત જ ફેલાવતા આવ્યા છે. જોકે, તેવું નથી કે તેઓ માત્ર ભારત વિરુદ્ધ જ આવું વલણ ધરાવે છે, તેઓ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ સામે પણ કઇંક આવું જ કરતા જોવા મળે છે. તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ એક મોટો ઘટસ્ફોટ કરી પાકિસ્તાનના લોકો અને ખાસ કરીને ક્રિકેટરનું હિંદુઓ તરફનું વલણ સ્પષ્ટ કર્યું છે. 
પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ટીમમાં તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી શાહિદ આફ્રિદી પર તેના ક્રિકેટના દિવસો દરમિયાન તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને આજીવન પ્રતિબંધને હટાવવાની વિનંતી કરી છે. કારણ કે 2013માં તેના પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, જેમાં તે પણ દોષિત ઠર્યો હતો. ગયા વર્ષે શોએબ અખ્તરે પાકિસ્તાનની એક ચેનલ પર ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, કનેરિયાને પાકિસ્તાની ટીમે હિન્દુ હોવાના કારણે અન્યાય કર્યો હતો. ગુરુવારે IANS સાથે વાત કરતા કનેરિયાએ કહ્યું કે પાકિસ્તાનના કેપ્ટન આફ્રિદીએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. તેણે કહ્યું, “શોએબ અખ્તર તે પહેલો વ્યક્તિ હતો જેણે મારી સમસ્યા વિશે જાહેરમાં વાત કરી હતી. એક હિંદુ હોવાને કારણે ટીમમાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તેના પર ઘણા અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જે પછી તેણે તેના વિશે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પણ હા, મારી સાથે આવું બન્યું છે. મને શાહિદ આફ્રિદીએ હંમેશા નિરાશ કર્યો હતો. અમે એક જ ટીમ માટે સાથે રમતા હતા, તે મને બેન્ચ પર બેસાડતા હતા અને મને ODI ટૂર્નામેન્ટ રમવા દેતા ન હોતા." 
વધુમાં દાનિશે કહ્યું, 'તે ઇચ્છતો ન હતો કે હું ટીમમાં હોઉં. તે જૂઠો છે. મારું ધ્યાન માત્ર ક્રિકેટ પર હતું અને હું આ બધી બાબતોને નજરઅંદાજ કરતો હતો. શાહિદ આફ્રિદી જ અન્ય ખેલાડીઓ પાસે જતો હતો અને તેમને મારા વિરુદ્ધ ઉશ્કેરતો હતો. હું સારું કરી રહ્યો હતો અને તેઓ મારી ઈર્ષ્યા કરતા હતા. મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમ્યો છું. આ માટે હું PCBનો આભારી છું." પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, જો તે આફ્રિદીની કેપ્ટનશિપમાં ન હોત તો તે 18 ODI કરતા ઘણી વધુ મેચ રમી શક્યો હોત. દાનિશે વધુમાં કહ્યું કે, તે ક્યારેય કોઈ પણ પ્રકારના સ્પોટ ફિક્સિંગમાં સામેલ નહોતો. તેણે આગળ કહ્યું, "મારી પર સ્પોટ ફિક્સિંગના કેટલાક ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. મારુ નામ આ કેસમાં સામેલ વ્યક્તિ સાથે જોડવામાં આવ્યું હતું. તે આફ્રિદી સહિત અન્ય પાકિસ્તાની ક્રિકેટરોનો મિત્ર પણ હતો. પરંતુ મને ખબર નથી કે મને શા માટે તેમાં સામેલ કરવામાં આવ્યો. હું ફક્ત પીસીબીને પ્રતિબંધ હટાવવાની વિનંતી કરવા માંગુ છું જેથી હું મારું કામ કરી શકું."
ઉલ્લેખનીય છે કે, દાનિશ કનેરિયાએ 2000 થી 2010 વચ્ચે 61 ટેસ્ટ મેચ રમી જેમાં 34.79ની એવરેજથી 261 વિકેટ લીધી હતી. તેણે 18 વનડેમાં 45.53ની એવરેજથી 15 વિકેટ સાથે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ટેસ્ટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લેનારો સ્પિનર છે અને વસીમ અકરમ (414), વકાર યુનિસ (373) અને ઈમરાન ખાન (362) પછી સર્વકાલીન યાદીમાં ચોથા સ્થાને છે.
Advertisement
Tags :
Advertisement

.