પૂર્વ CM NTRની દીકરીનું મોત, હૈદરાબાદમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવી
ટીડીપીના
સ્થાપક અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એનટી રામારાવ (એનટીઆર)ની પુત્રી ઉમા
મહેશ્વરીનું અવસાન થયું છે. તે સોમવારે હૈદરાબાદમાં તેના ઘરે લટકતી હાલતમાં મળી
આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલી આપી છે.
કલમ 174 સીઆરપીસી (પોલીસ આત્મહત્યા અંગે
પૂછપરછ અને જાણ કરવા) હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે, વધુ તપાસ ચાલુ છે. ઉમા મહેશ્વરી તેલુગુ
દેશમ પાર્ટી (ટીડીપી)ના સ્થાપક એનટી રામારાવના 12 બાળકોમાં સૌથી નાની હતી.
કહેવામાં
આવી રહ્યું છે કે મહેશ્વરી છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી
રહી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેણે
કથિત રીતે તેના ઘરે આત્મહત્યા કરી હતી. તેણી 57 વર્ષની હતી. ઉમા મહેશ્વરીની પુત્રી, જમાઈ અને અન્ય લોકો તરફથી કોઈ જવાબ ન મળતા તેઓએ અંદરથી બંધ રૂમનો
દરવાજો તોડી નાખ્યો હતો. અધિકારીએ કહ્યું કે તેમને મહેશ્વરીનો મૃતદેહ ફાંસીથી
લટકતો જોવા મળ્યો. અધિકારીએ પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું હતું કે, ડિપ્રેશનને કારણે તેણે આ પગલું ભર્યું
હોઈ શકે છે.
પૂર્વ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દગ્ગુબતી પુરંદેશ્વરી અને નારા ભુવનેશ્વરી તેમની
બહેનો છે. નારા ભુવનેશ્વરી TDP પ્રમુખ
અને પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની પત્ની છે. ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર નારા લોકેશ અને પરિવારના
અન્ય સભ્યો મહેશ્વરીના ઘરે પહોંચી ગયા છે. ઉમા મહેશ્વરીના ભાઈ એન બાલકૃષ્ણ, એક ટોલીવુડ અભિનેતા અને ટીડીપી
ધારાસભ્ય તેમજ વિદેશમાં રહેતા પરિવારના અન્ય સભ્યોને ઉમા મહેશ્વરીના નિધનની જાણ
કરવામાં આવી છે.
એનટી
રામારાવ એક ભારતીય અભિનેતા,
ફિલ્મ નિર્માતા અને રાજકારણી હતા.
તેમણે ત્રણ ટર્મમાં સાત વર્ષ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 1996માં 72 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. એનટીઆરને 12 બાળકો હતા - આઠ પુત્રો અને ચાર
પુત્રીઓ. ઉમા મહેશ્વરી ચાર દીકરીઓમાં સૌથી નાની હતી. તાજેતરમાં ઉમા મહેશ્વરીની
પુત્રીના લગ્નમાં પરિવારના ઘણા સભ્યો એક સાથે આવ્યા હતા. અભિનેતા અને પૂર્વ મંત્રી
એન હરિકૃષ્ણા સહિત NTRના ત્રણ પુત્રોનું પણ નિધન થયું છે.