Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરને તેની જ ગર્લફ્રેન્ડે ઝીંકી દીધો લાફો

વિવાદ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ (Australian Cricketers) નો જાણે જુનો જ સંબંધ છે. આ દેશના ક્રિકેટર્સ અવાર-નવાર કોઇને કોઇ વિવાદ (Controversy) માં આવતા જ હોય છે, પછી તે મેદાનમાં હોય કે મેદાનની બહાર. તાજેતરમાં એક ભૂતપૂર્વ ક્રિકેટર (Former Cricketer) નો વિવાદ વકર્યો છે. જેને લઇને એકવાર ફરી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચર્ચાનો વિષય બન્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક (Michael Clarke)
ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરને તેની જ ગર્લફ્રેન્ડે ઝીંકી દીધો લાફો
વિવાદ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ (Australian Cricketers) નો જાણે જુનો જ સંબંધ છે. આ દેશના ક્રિકેટર્સ અવાર-નવાર કોઇને કોઇ વિવાદ (Controversy) માં આવતા જ હોય છે, પછી તે મેદાનમાં હોય કે મેદાનની બહાર. તાજેતરમાં એક ભૂતપૂર્વ ક્રિકેટર (Former Cricketer) નો વિવાદ વકર્યો છે. જેને લઇને એકવાર ફરી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચર્ચાનો વિષય બન્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક (Michael Clarke) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થયો હતો, જેમાં તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો (Jade Yarbrough) કેમેરાની સામે દિગ્ગજ ક્રિકેટરને મારતી જોવા મળી હતી. 
ક્લાર્કનો ગર્લફ્રેન્ડ સાથેનો વિવાદ વકર્યો
આ વીડિયો સામે આવતા જ માઈકલ ક્લાર્કને લાખોનો ચુનો લાગવાનો છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, માઈકલ ક્લાર્કને આગામી ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝની કોમેન્ટ્રી પેનલમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ બોર્ડર-ગાવસ્કર સિરીઝની કોમેન્ટ્રી માટે માઈકલ ક્લાર્ક સાથે કરાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2015માં કાંગારૂ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ ક્રિકેટરને BCCI એ આ ઘટના બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાનું મન બનાવી લીધું છે. રિપોર્ટ અનુસાર, BCCI અને ક્લાર્ક વચ્ચે લગભગ 82 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો. ગર્લફ્રેન્ડ સાથેના વિવાદ બાદ હવે ભારતીય બોર્ડ ક્લાર્કના કોન્ટ્રાક્ટની સમીક્ષા કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં પણ તેણે ઘણા કોન્ટ્રાક્ટ ગુમાવ્યા છે.
Advertisement

શું છે આ હાઈવોલ્ટેજ ડ્રામા પાછળનું કારણ?
વીડિયોમાં માઈકલ ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડ થપ્પડ મારતો અને મુક્કો મારતી જોઈ શકાય છે. ક્લાર્ક અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેના આ હાઈવોલ્ટેજ ડ્રામાનું કારણ પ્રેમમાં થયેલી બેવફાઈ હોવાનું કહેવાય છે. ક્લાર્કની ગર્લફ્રેન્ડે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ પછી જ બંને વચ્ચે રસ્તા પર ઝઘડો થયો હતો. અહેવાલો અનુસાર, માઈકલ ક્લાર્ક તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો, યારબ્રોની બહેન જાસ્મીન અને તેના પતિ કાર્લ સ્ટેફનોવિક સાથે રજાઓની મજા માણી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચારેય તેમના મિત્ર સાથે ડિનર કરી રહ્યા હતા, ત્યારે આ વિવાદ થયો. જેડ યારબ્રોની બહેન જાસ્મીન ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટીવી હોસ્ટ છે. વાયરલ વીડિયોના અંતમાં માઈકલ ક્લાર્કને જાસ્મિન મુક્કો મારતી જોવા મળે છે. ફૂટેજ સામે આવ્યા બાદ ક્વીન્સલેન્ડ પોલીસે પણ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ક્લાર્કનું જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક માનવામાં આવતા માઈકલ ક્લાર્કનું અંગત જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે. ક્લાર્ક સૌપ્રથમ મોડલ લારા બિંગલ સાથે ચર્ચામાં આવ્યો હતો. તે વર્ષ 2007 માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. આના ત્રણ વર્ષ પછી, વર્ષ 2010 માં, બિંગલની એક ખાનગી તસવીર સોશિયલ મીડિયા પર લીક થઈ, જે પછી બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી અને બંને અલગ થઈ ગયા. આ પછી વર્ષ 2012માં માઈકલ ક્લાર્કે કાઈલી બોલ્ડી સાથે લગ્ન કર્યા. કાઈલી અને ક્લાર્કે વર્ષ 2015માં પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે આ વખતે પણ ક્લાર્કનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં, વર્ષ 2020માં કાઈલી અને ક્લાર્કે અલગ થવાનો નિર્ણય કર્યો અને છૂટાછેડા લઈ લીધા. આ પછી ક્લાર્કે પીપ એડવર્ડ્સ સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું પરંતુ અહીં વસ્તુઓ કામ કરી શકી નહીં અને થોડા દિવસો પછી બંને અલગ થઈ ગયા. વળી, જેડ યારબ્રોની લડાઈ પછી, તે ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે.
ક્લાર્કનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
માઈકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટ, 245 વનડે અને 34 T20 મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં ક્લાર્કે 49.10ની એવરેજથી 8643 રન બનાવ્યા, જેમાં 28 સદી અને 27 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 329 રન હતો. વનડેમાં ક્લાર્કના 44.58ની એવરેજથી 7981 રન છે. આ દરમિયાન તેના બેટમાંથી 8 સદી અને 58 અડધી સદી નીકળી હતી. વળી, T20 ઇન્ટરનેશનલમાં, ક્લાર્કે 21.21 ની સરેરાશથી 488 રન બનાવ્યા. ક્લાર્કની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ 2015માં વર્લ્ડ કપ જીત્યો હતો.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.