Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સ્થાપના દિવસે BTP-AAP નું થઇ શકે છે વિધિવત ગઠબંધન

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે તમામ પાર્ટીઓ જનતાને પોતાના તરફ કરવા માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે હવે ગુજરાતનો સ્થાપના દિવસ નજીક છે ત્યારે BTP-AAP નું વિધિવત ગઠબંધન થાય તેવી ચર્ચા પ્રકાશમાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતના સ્થાપના દિવસે ભરૂચના ચંદેરિયા ખાતે BTP વાઇટ હાઉસના વિશાળ મેદાનમાં નયા ગુજરાત મહાસંમેલન યોજાવાનું છે. આ પહà
07:03 AM Apr 28, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે તમામ પાર્ટીઓ જનતાને પોતાના તરફ કરવા માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે હવે ગુજરાતનો સ્થાપના દિવસ નજીક છે ત્યારે BTP-AAP નું વિધિવત ગઠબંધન થાય તેવી ચર્ચા પ્રકાશમાં આવી છે. 
મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતના સ્થાપના દિવસે ભરૂચના ચંદેરિયા ખાતે BTP વાઇટ હાઉસના વિશાળ મેદાનમાં નયા ગુજરાત મહાસંમેલન યોજાવાનું છે. આ પહેલા 1 મે ના રોજ BTP-AAP મહાસંમેલન સુરત ખાતે મળવાનું હતું જે હવે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મળશે. સુરતથી સ્થળ બદલી ચંદેરિયા નક્કી કરવાનું હોવાની વાતને BTP પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાએ પુષ્ટી કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત કાર્યકરો હાજર રહેશે. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને આદિવાસી નેતા છોટુ વસાવા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક જ મંચ પરથી સંબોધિત કરશે.  

ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પંજાબમાં AAPની સરકાર આવી તે પહેલા જ અમે દિલ્હીના મુખ્યમંત્રીના સંપર્કમાં હતા. ગુજરાતના ગરીબ આદિવાસી જૂથની સમૃદ્ધિ માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ રાજકીય રીતે સાથે મળીને કામ કરવાની જરૂર છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી ચર્ચાઇ રહ્યું હતું કે, ધારાસભ્ય છોટુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધિવત ગઠબંધન કરશે. ભાજપ-કોંગ્રેસની ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી સાથે આ મહાગઠબંધન પર નજર રહેશે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. 

Tags :
AAPBTPGujaratGujaratFirstVidhansabhaElection
Next Article