Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘણા વર્ષો બાદ પહેલીવાર આટલો લાંબો સમય ડભોઈ નગર દબાણો મુકત

થોડાં દિવસો પહેલાં ડભોઈ (Dabhoi) નગરપાલિકાના તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.જેમા મોટાં પાયે ગેરકાયદેસરના દબાણો અને બાંધકામો દૂર કરી નગરને દબાણ મુક્ત (Demolition) કરાયું હતું. પાલિકા તંત્રની આ કડક કામગીરીની પ્રશંસા પણ થવા પામી હતી. નગરનાં  ઘણા વર્ષો બાદ  પહેલીવાર નગર આટલાં બધાં દિવસો સુધી દબાણ મુક્ત રહેવા પામ્યું àª
04:47 PM Feb 04, 2023 IST | Vipul Pandya
થોડાં દિવસો પહેલાં ડભોઈ (Dabhoi) નગરપાલિકાના તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.જેમા મોટાં પાયે ગેરકાયદેસરના દબાણો અને બાંધકામો દૂર કરી નગરને દબાણ મુક્ત (Demolition) કરાયું હતું. પાલિકા તંત્રની આ કડક કામગીરીની પ્રશંસા પણ થવા પામી હતી. નગરનાં  ઘણા વર્ષો બાદ  પહેલીવાર નગર આટલાં બધાં દિવસો સુધી દબાણ મુક્ત રહેવા પામ્યું હતું.
થોડા સમયના વિરામ બાદ આજરોજ ડભોઇ (Dabhoi) નગરનાં મહુડી ભાગોળ વિસ્તારની બહારનાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. અગાઉ હાથ ધરવામાં આવેલી કામગીરીમાં આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભાં કરાયેલાં એક શોપિંગ સેન્ટરના બાંધકામને દૂર કરી દાખલા રૂપ કડક કામગીરી કરાઈ હતી. આજે પણ કેટલીક જગ્યાએ આવા ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવાયા હતા. ડભોઈ નગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ કર્તા પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ દબાણ શાખાની ટીમે  કુલ 600 ઉપરાંત ગેરકાયદેસર લારી - ગલ્લાઓ, દબાણો દૂર કર્યા હતા અને આ સમગ્ર કામગીરી દરમિયાન પાલિકાની ટીમે રૂપિયા 2 લાખ ઉપરાંત દંડની (Penalty) વસુલાત કરવામાં આવી હતી.
હાલમાં ચાલતી ચર્ચાઓ મુજબ દબાણો દૂર થતાં ડભોઇ નગરના મુખ્ય માર્ગો હાલની દ્રષ્ટિએ મોકળા જણાઈ આવ્યા હતા. જેને કારણે રાહદારીઓને સુગમતા ઊભી થઈ હતી. પરંતુ ડભોઇ નગરમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે તો શું નગરપાલિકા આ યથાવત પરિસ્થિતિમાં રહેલા આ ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર કરશે એ નગરજનો કાગડોળે રાહ જોઈને બેઠા છે. આમ તો ડભોઈ નગરપાલિકાએ આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં ખૂબ જ સહસિકતા બતાવી છે. પરંતુ એ કેટલા સમય સુધી યથાવત રહે છે તે પણ જોવું રહયું ?
જો આવા ગેરકાયદેસર દબાણો - બાંધકામો હરમહંમેશ માટે દૂર કરવામાં આવે તો ચોક્કસપણે ડભોઇ નગરની રોનક બદલાઈ જશે. આ સમગ્ર દબાણો હટાવવા માટે ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન અને સૂચના મુજબ પાલિકાનાં કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જે ટીમનાં ઈનચાર્જ સંજયભાઈ ઈનામદાર સહિતના કર્મચારીઓએ સફળતાપૂર્વક આ દાખલા રૂપ કડક કામગીરી કરી હતી.
સાથે સાથે હવે આગામી સમયની અંદર વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરાશે જેમાં સ્થાનિક લોકો અને નગરપાલિકાના કર્મચારીઓ તેમજ  કોર્પોરેટરોનો બાકી નીકળતા વેરાની પણ વસુલાત જલ્દી કરવામાં આવશે એટલું જ નહીં જો કોઈ કોર્પોરેટર આ પ્રક્રિયામાં સાથ નહીં આપે તો તેના ઘરનું કનેક્શન કાપવાની પણ ચીફ ઓફિસર દ્વારા તૈયારી બતાવવામાં આવી છે હાલ ડભોઇ નગરમાં અંદાજિત  60 લાખ ઉપરાંત વેરો લોકોનો બાકી છે ત્યારે આવનારા સમયમાં ડભોઇ નગરપાલિકા દ્વારા કેવા પ્રકારના એક્શન લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો - પોલીસ દ્વારા યોજાયો યુનિક કાર્યક્રમ, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રી દ્વારા ચેક અર્પણ કરાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DabhoiDabhoiMunicipalityDemolitionGujaratFirstIllegalconstructionVadodara
Next Article