Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સતત કોમ્પ્યુટર સામે બેસીને કામ કરતા લોકોને આંખો સ્વસ્થ રાખવા માટે આ ટિપ્સ થશે ઉપયોગી

તમારી આંખોના સારા સ્વાસ્થ્ય માટે તમારી આંખોની યોગ્ય કાળજી જરૂરી છે. મોઈશ્ચર, પોષણ અને નિયમિત કસરત તમારી આંખોને સ્વસ્થ અને દ્રષ્ટિ સારી રાખે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી આંખોને ફ્રેશ અને સુંદર રાખવામાં મદદ કરશે.સારી આંખો માટે વિટામિન A અને વિટામિન K થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આંખોની દૃષ્ટિ જાળવવા માટે, વિટામિન્સ અને મિનરલ્સ ભરપાઈ કરવા માટે દરરોજ ફળà«
04:40 PM Oct 16, 2022 IST | Vipul Pandya
તમારી આંખોના સારા સ્વાસ્થ્ય માટે તમારી આંખોની યોગ્ય કાળજી જરૂરી છે. મોઈશ્ચર, પોષણ અને નિયમિત કસરત તમારી આંખોને સ્વસ્થ અને દ્રષ્ટિ સારી રાખે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી આંખોને ફ્રેશ અને સુંદર રાખવામાં મદદ કરશે.
  • સારી આંખો માટે વિટામિન A અને વિટામિન K થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આંખોની દૃષ્ટિ જાળવવા માટે, વિટામિન્સ અને મિનરલ્સ ભરપાઈ કરવા માટે દરરોજ ફળો અને શાકભાજીનું સેવન કરો. તંદુરસ્ત આંખો માટે દરરોજ દ્રાક્ષ ખાઓ.
  • સતત કમ્પ્યુટર પર વાંચતી વખતે અથવા કામ કરતી વખતે થોડો આરામ કરો. 5 મિનિટનો નાનો બ્રેક લેવાથી આંખના સ્નાયુઓને આરામ મળશે. આંખોમાં પાણી છાંટીને 5 મિનિટ માટે બંધ કરો અને બાદમાં કામ કરો.
  • આંખના ગોળાને વર્તૂળાકારે ફેરવવા તથા આંખો ઝબકાવવા જેવી 5 મિનીટ કસરતો કરો. વહેલી સવારે હાથ ઘસો અને આ ગરમ હાથ આંખો પર રાખો. આ કસરતોથી આંખોમાં ફરીથી મોઈશ્ચર આવશે અને આંખો સ્વસ્થ રહેશે.
  • જ્યારે તમે તડકામાં ઘરની બહાર નીકળો ત્યારે ચશ્મા પહેરો, તેનાથી ડાર્ક સર્કલ નહીં થાય અને આંખો નબળી નહીં પડે. સારી આંખો માટે તમે એક મુખ્ય સાવચેતી રાખી શકો છો.
  • સવારે જાગીને અથવા આંખમાં કંઈ પડે ત્યારે તમારી આંખને ઘસશો નહી. જો આંખોમાં કંઇક પડી જાય તો તેને ઘસવાને બદલે આંખોમાં પાણી છાંટીને સાફ કરો. ઘસવાથી આંખોને કોઈપણ નુકસાન થઈ શકે છે.
  • પુરતી ઊંઘથી ચહેરો અને આંખો બંને ફ્રેશ રહે છે. આંખોમાંથી ડાર્ક સર્કલ અને સોજાને દૂર રાખવા માટે 8 કલાકની ઊંઘ લો. ઊંઘ ન આવવાથી આંખો લાલ થાય છે એટલું જ નહીં ચહેરાનો દેખાવ પણ બગાડે છે.
  • આંખોમાં વધુ મોઈશ્ચર આપવા માટે કાકડીના ઠંડા ટુકડાને આંખો પર રાખો. કાકડી આંખોમાંથી ડાર્ક સર્કલ દૂર કરવા અને લાલ આંખોને લોહીની જેમ સુંદર અને સ્વસ્થ બનાવવામાં અસરકારક છે.
  • આંખોને સ્વસ્થ રાખવા માટે તેને મોઈશ્ચર આપવો ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે કાકડી નથી, તો મોઇશ્ચરાઇઝિંગ ડ્રોપ દરરોજ તમારી આંખો પર લગાવી શકો છો.
આ પણ વાંચો -  કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમારા રસોડાની આ પાંચ વસ્તુઓ થશે ઉપયોગી, જાણો
Tags :
EyeCareGujaratFirsthealthHealthNewsHealthTipsTips
Next Article