Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં આવતી કાલે જ થશે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટને રોકવાનો ઇન્કાર કર્યો છે. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે અમે આવતીકાલના ફ્લોર ટેસ્ટને રોકવાના નથી. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલો બહુમત પરીક્ષણનો આદેશ ચાલુ રહેશે. કોર્ટે કહ્યું કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલાના કારણે ફ્લોર ટેસ્ટ
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો  મહારાષ્ટ્રમાં આવતી કાલે જ થશે ફ્લોર ટેસ્ટ  સુપ્રીમ કોર્ટનો નિર્ણય
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટને રોકવાનો ઇન્કાર કર્યો છે. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે અમે આવતીકાલના ફ્લોર ટેસ્ટને રોકવાના નથી. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલો બહુમત પરીક્ષણનો આદેશ ચાલુ રહેશે. 
કોર્ટે કહ્યું કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલાના કારણે ફ્લોર ટેસ્ટ ના અટકાવી શકાય. કોર્ટે આવતીકાલે ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી છે. એટલે કે 30 જૂને મહારાષ્ટ્રમાં વિશેષ સત્ર દરમિયાન ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ આપવો પડશે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. જો કે અગાઉ કેબિનેટની બેઠકમાં, સીએમ ઉદ્ધવે મંત્રીઓનો અઢી વર્ષ સુધી સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેઓ ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ NCP નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહીમાં ભાગ લેવાની પણ મંજૂરી આપી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવાબ મલિક અને અનિલ દેશમુખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈની ન્યાયિક કસ્ટડીમાં હોવાથી બંને એજન્સીઓને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે તેમને વિધાનસભામાં લઈ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલામાં શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલ રજૂ કરી હતી. જ્યારે શિંદે જૂથ વતી નીરજ કિશન કૌલે કોર્ટમાં દલીલો કરી હતી. સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણકારી મળી. જ્યાં સુધી ધારાસભ્યોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને ફ્લોર ટેસ્ટ માટે નોટિસ આપ્યા બાદ શિવસેનાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જે અંગે હવે સુપ્રીમ કોરટે નિર્ણય આપ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.