Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં પૂરના કારણે પોંકના પાકનું ઉત્પાદન ઘટતા ભાવમાં ઉછાળો

શિયાળાની (Monsoon season)ફૂલ ગુલાબી ઠંડીમાં અનેક વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે અને તેમાં એ સ્વાસ્થ્ય અનુકૂળ પોંક (Ponk)આરોગવાનું સ્વાદ પ્રેમીઓ ચૂકતા નથી નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે પોંકનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ તેનો ભાવ વધારો હોવા છતાં પણ પોંકમાં તેજી જોવા મળી રહી છે શિયાળાની જમાવટ થતાં જ ભરૂચ (Bharuch)શહેર જિલ્લાના જાહેર માર્ગો ઉપર પોંકના સ્ટોલ લાગી ગયા છે અને ગરમ પોંક આરોગવા માટે લો
ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં પૂરના કારણે પોંકના પાકનું ઉત્પાદન ઘટતા ભાવમાં ઉછાળો
શિયાળાની (Monsoon season)ફૂલ ગુલાબી ઠંડીમાં અનેક વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે અને તેમાં એ સ્વાસ્થ્ય અનુકૂળ પોંક (Ponk)આરોગવાનું સ્વાદ પ્રેમીઓ ચૂકતા નથી નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે પોંકનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ તેનો ભાવ વધારો હોવા છતાં પણ પોંકમાં તેજી જોવા મળી રહી છે શિયાળાની જમાવટ થતાં જ ભરૂચ (Bharuch)શહેર જિલ્લાના જાહેર માર્ગો ઉપર પોંકના સ્ટોલ લાગી ગયા છે અને ગરમ પોંક આરોગવા માટે લોકો પણ દોટ મૂકી રહ્યા છે. 



પોંકના પાકનું ઉત્પાદન ઘટડો  જોવા  મળ્યો 

ભરૂચ જિલ્લાના ૧૫થી વધુ ગામોમાં ઘઉં જુવારના ડુંડાઓ ખેતરમાં(Farmers)તૈયાર થતા હોય છે અને ખેડૂતો પણ આ ડુંડાઓને ખેતરમાંથી કાપી લાવી તેને ગરમ કરી ડુંડાઓને ઝાટકી તેમાંથી જુવાર અને ઘઉંના પોંક નીકળતા હોય છે અને આ પોંક સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઝીણી સેવ તીખી સેવ રતલામી સેવ અને લીંબુ મરી મસાલાથી તેને સ્વાદિષ્ટ કરવામાં આવે છે અને નર્મદા નદીના કાંઠે જ ઘઉં જુવારના ડુંડાઓનું ઉત્પાદન થતું હોય છે.  
૮૦૦ રૂપિયા કિલો પોંકનો ભાવ બોલાય રહ્યો

પરંતુ તાજેતરમાં ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે નદીના કાંઠે એટલે કે અંકલેશ્વર તરફના ગામોમાં ઘઉં જુવારના પોકના ડુંડાઓનું ઉત્પાદન કરનારા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું જેના કારણે પોંકનું ઉત્પાદન ઓછું થવાના કારણે ભાવ વધારો જીકાયો હોવાનું માનવામાં આવે છે ૮૦૦ રૂપિયા કિલો પોંકનો ભાવ બોલાય રહ્યો છે અને ભરુચમાં ઉત્પાદન થતો પોંક દેશ વિદેશમાં પણ પહોંચી રહ્યો છે ભરૂચ જિલ્લામાં પોતાના ખેતરો માંથી ઘઉં જોવાના ડુંડાઓ લાવી પોકના સ્ટોલ ઉભા કરનાર વેપારીઓએ પણ નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે ઉત્પાદન ઘટવાથી પોંક મોંઘો હોવાનું રટણ કરી રહ્યા છે. 

ભરૂચ તરફના છેડા ઉપર પોંકના મોટી સંખ્યામાં સ્ટોલ  લાગી ગયા 
ભરૂચ જિલ્લામાં નેશનલ હાઇવે ૪૮ થી માંડી નેશનલ હાઈવે ૮ ઉપર પણ મોટી માત્રામાં પોંકના સ્ટોર લાગી ગયા છે અને જાહેર માર્ગ ઉપર થી પસાર થતાં લોકો પણ પોકનો સ્વાદ માણવાનું ચૂકતા નથી ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડા અને ભરૂચ તરફના છેડા ઉપર પોંકના મોટી સંખ્યામાં સ્ટોલ લાગી ગયા છે અને ખેડૂતો પણ પોતાના ખેતરમાંથી ઘઉં જુવારના ડુંડાઓ લાવી પોંક તૈયાર કરી રોજગારી મેળવી રહ્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.