Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેંગલુરુમાં પૂર જેવી સ્થિતિ, ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ

ભારતના પડોશી દેશની હાલત પૂરના કારણે ઘણી ખરાબ થઇ ગઇ છે. ત્યારે ભારતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદે જનજીવન પર માઠી અસર કરી છે. તાજેતરમાં બંગલુરુના કર્ણાટકમાં ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, અહીં લોકોના ઘરોમાં પણ પાણી પહોંચી ગયા છે. લોકોને ક્યાય પણ જà
06:01 AM Sep 05, 2022 IST | Vipul Pandya
ભારતના પડોશી દેશની હાલત પૂરના કારણે ઘણી ખરાબ થઇ ગઇ છે. ત્યારે ભારતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદે જનજીવન પર માઠી અસર કરી છે. તાજેતરમાં બંગલુરુના કર્ણાટકમાં ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. 
પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, અહીં લોકોના ઘરોમાં પણ પાણી પહોંચી ગયા છે. લોકોને ક્યાય પણ જવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તમે અહીં તસવીરોમાં જોઇ શકો છો કે કેવી રીતે ઘરની વસ્તુઓ શેરીઓમાં ભરાયેલા પાણીમાં ડૂબકી મારી રહી છે. ઘરના દરવાજા સુધી પાણી છે. આ તસવીરો શહેરના કોરમંગલાની છે. રિક્ષા અને સ્કૂટર કે પછી બાઇક પર સવારી કરતી વખતે પણ લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે. 

બેંગલુરુના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયા હોવાના અહેવાલ છે. મરાઠાહલ્લી-સિલ્ક બોર્ડ જંકશન રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. લોકો કલાકો સુધી પરેશાન છે.

રવિવારે ભારે વરસાદને કારણે બેંગલુરુ શહેરના કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના આઉટર રીંગ રોડ, વ્હાઇટફિલ્ડ, વર્થુર અને સરજાપુર રોડ અને તેની આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે મધરાતથી વરસાદ બંધ થઈ ગયો છે અને આજે સવારે તડકો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 9 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કોડાગુ, શિવમોગ્ગા, ઉત્તરા કન્નડ, દક્ષિણ કન્નડ, ઉડુપી અને ચિક્કામગલુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે બેંગલુરુ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બેંગલુરુમાં હજારો ઘરો ડૂબી ગયા છે અને અધિકારીઓએ અવિરત વરસાદ વચ્ચે નાળાઓ પર અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.
આ પણ વાંચો - હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદ, ઠેર ઠેર ભૂસ્ખલન, પુલ ધરાશાયી
Tags :
BangalorefloodGujaratFirstheavyrainKarnatakaRainTraffic
Next Article