Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાંચ દિવસ બાદ સરકારી તબીબોની હડતાળ સમેટાઇ, જાણો શું સહમતિ સધાઇ

પાંચ દિવસથી ચાલી રહેલી રાજયના 10 હજાર સરકારી તબીબોની હડતાળ શુક્રવારે સાંજે સમેટાઇ છે.સરકાર અને તબીબો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થતાં હડતાળ સમેટાઇ છે. સરકારે તબીબોની માંગણીસ્વીકારી લીધી હતી. 10 હજાર તબીબો હડતાળ પર હતારાજયની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતાં 10 હજાર તબીબોની છેલ્લા 5 દિવસથી હડતાળ ચાલી રહી હતી. તબીબોએ વિવિધ માંગો સરકાર સમક્ષ રજુ કરી હતી અને તેના નિરાકરણની માંગ કરી હàª
પાંચ દિવસ બાદ સરકારી તબીબોની હડતાળ સમેટાઇ  જાણો શું સહમતિ સધાઇ
પાંચ દિવસથી ચાલી રહેલી રાજયના 10 હજાર સરકારી તબીબોની હડતાળ શુક્રવારે સાંજે સમેટાઇ છે.
સરકાર અને તબીબો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થતાં હડતાળ સમેટાઇ છે. સરકારે તબીબોની માંગણી
સ્વીકારી લીધી હતી. 
10 હજાર તબીબો હડતાળ પર હતા
રાજયની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતાં 10 હજાર તબીબોની છેલ્લા 5 દિવસથી હડતાળ ચાલી રહી હતી. તબીબોએ વિવિધ માંગો સરકાર સમક્ષ રજુ કરી હતી અને તેના નિરાકરણની માંગ કરી હતી. તબીબો અને સરકાર વચ્ચે વાટાઘાટો બાદ શુક્રવારે સાંજે તબીબોની હડતાળનો અંત આવ્યો હતો. 
 તબીબો સાથે બેસીને સ્પષ્ટતા કરાઇ 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તબીબો સાથેની વાતચીત સફળ રહ્યા બાદ કહ્યું કે સરકારે આ અગાઉ પણ માગણીઓનો ઉકેલ લાવ્યો હતો અને કેટલીક માગણીઓ  પર સમય મર્યાદા સહિતના મુદ્દા હતા જેની તબીબો સાથે બેસીને સ્પષ્ટતા થઇ છે. તેમણે કહ્યું કે ટીકૂ કમિશન સહિતના લાભ 30 જૂન સુધીમાં મળશે તેમ નક્કી કરાયુ છે.  રાજયના આયુષ શિક્ષકોને એનપીબીએ માટે અલગથી વિચારણા થશે. તેમણે કહ્યું કે  4 મુદ્દા પર અસ્પષ્ટતા હતી જેનો ઉકેલ લવાયો છે. સરકાર પર તબીબોને વિશ્વાસ છે અને નિશ્ચીત સમય મર્યાદામાં ઉકેલ આવી જશે.  ડેન્ટલ અને આયુષના તબીબો માટે અલગથી દરખાસ્ત કરાશે. મુખ્યમંત્રીએ આ મુદ્દે હાકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે, તબીબોની એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30 મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે. જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને ન્યુ પેન્શન સ્કીમના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તબીબોને C.A.S. (કેરી પર એડવાન્સમેન્ટ સ્કીમ) તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સ ને 7 માં પગારપંચ નો લાભ આપવામાં હકારાત્મક અભિગમ દાખવીને અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે.
તબીબોના તમામ સંગઠન સહમત
આ મુદ્દે ગુજરાત ગવર્મેન્ટ ડોકટર્સ ફોરમના પ્રમુખ  રજનીશ પટેલે કહ્યું કે અમારે સરકાર સાથે જે વાટાઘાટો થઇ તેમાં આરોગ્ય મંત્રી સાથે મહત્વની ચર્ચા થઇ છે. અગાઉની સરકાર ચર્ચા કંઇક કરતી હતી અને ઠરાવ કંઇક કરતી હતી. હવે આવું થવાની કોઇ શકયતા નથી કારણ કે આરોગ્ય મંત્રીએ આ અંગે પુર્ણ સ્પષ્ટતા કરી છે અને તબીબોના તમામ સંગઠન સહમત થયા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારે રાજ્યના તબીબો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ માંગણીઓનો સ્વીકાર કર્યો છે. જે બદલ રાજ્યના તમામ તબીબો વતી સરકારનો આભાર માન્યો હતો
Advertisement
Tags :
Advertisement

.