Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધદરિયે માછીમારને આવ્યો પેરાલિસિસનો એટેક, આવી રીતે મળી મદદ, જાણો

લકવાગ્રસ્ત માછીમારને સારવાર માટે સમયસર હોસ્પિટલમાં પહોંચાડ્યોICGના અસરકારક સંકલન, ત્વરિત પ્રતિસાદથી અમૂલ્ય જીવન બચ્યુંમાછીમારને સલામત રીતે ઓખા લાવી તબીબી સારવાર અપાવીઅરબી સમુદ્રમાં માછીમારની તબિયત લથડતા ભારતીય કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું હતું. માછીમારી કરવા ગયેલા માછીમારને દરિયામાં પેરાલિસિસનો એટેક આવ્યો હતો. જેનો કોલ પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ MRSCને મળતા ભારતીય ફિશàª
મધદરિયે માછીમારને આવ્યો પેરાલિસિસનો એટેક  આવી રીતે મળી મદદ  જાણો
  • લકવાગ્રસ્ત માછીમારને સારવાર માટે સમયસર હોસ્પિટલમાં પહોંચાડ્યો
  • ICGના અસરકારક સંકલન, ત્વરિત પ્રતિસાદથી અમૂલ્ય જીવન બચ્યું
  • માછીમારને સલામત રીતે ઓખા લાવી તબીબી સારવાર અપાવી
અરબી સમુદ્રમાં માછીમારની તબિયત લથડતા ભારતીય કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું હતું. માછીમારી કરવા ગયેલા માછીમારને દરિયામાં પેરાલિસિસનો એટેક આવ્યો હતો. જેનો કોલ પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ MRSCને મળતા ભારતીય ફિશિંગ બોટ (IFB) જલ જ્યોતિ દ્વારા લકવાગ્રસ્ત માછીમારને સારવાર માટે ઓખા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો તેવું જાણવા મળી રહ્યું છે.
ભારતીય કોસ્ટગાર્ડ દેવદુત બન્યું
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) શિપ C-411 એ 29 ઓક્ટોબર 2022 ના રોજ અરબી સમુદ્રમાં લકવાગ્રસ્ત હુમલાનો ભોગ બનેલા માછીમારને તબીબી સ્થળાંતર હાથ ધર્યું હતું. આ મિશનનું સંકલન ICG મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર, (MRSC), પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું. દર્દીને સલામત રીતે ઓખા ખાતે લાવી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
મધદરિયે મદદ
શનિવાર, 29 ઑક્ટોબર 2022, લગભગ 4:00 PM પર, પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ MRSC ને ભારતીય માછીમારી બોટ (IFB) જલ જ્યોતિ પર તબીબી કટોકટી વિશે તકલીફ VHF (રેડિયો) કૉલ મળ્યો. જહાજની સ્થિતિ જાણવા મળી હતી અને તે ઓખાથી 30 માઈલ દૂર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઓખા ખાતેના ICG હેડક્વાર્ટર અને પેટ્રોલિંગ મિશન માટે વિસ્તારમાં કાર્યરત ICG ફાસ્ટ ઇન્ટરસેપ્ટર શિપને મોકલી દર્દીને વહેલામાં વહેલી તકે બહાર કાઢવા માટે શીપ આગળ વધ્યું અને આશરે સાંજે 4:30 વાગ્યે શીપ સ્થળ પર પહોંચ્યું. જે બાદ દર્દીને બહાર કાઢીને ICG શિપ પર લઈ જવામાં આવ્યો હતો. પેરાલિટીક એટેક હોવાની શંકાને પગલે ICGની તબીબી ટીમ દ્વારા પ્રાથમિક સારવાર પુરી પાડવામાં આવી હતી અને દર્દી સાથે જહાજ સાંજે 5:30 વાગ્યે ઓખા બંદરમાં પ્રવેશ્યું.
અસરકારક સંકલનથી જીવ બચ્યો
બીજી બાજુ ઓખા ખાતે ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નં. 15એ સરકારી હોસ્પિટલ, દ્વારકા સાથે સંપર્ક સાધ્યો અને તેમને તબીબી ઈમર્જન્સી વિશે એલર્ટ કરી. મેડિકલ ટીમ સાથેની એક ICG એમ્બ્યુલન્સ ઓખા બંદર પર સ્ટેન્ડબાય હતી. બંદરમાં પ્રવેશતા, દર્દીને તરત જ શીપમાંથી શિફ્ટ કરવામાં આવ્યો. ઓબ્ઝર્વેશન બાદ દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું અને તેને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ICG દ્વારા અસરકારક સંકલન, ત્વરિત પ્રતિસાદ અને સમયસર સ્થળાંતરથી એક અમૂલ્ય જીવન બચી ગયું છે.
Advertisement
Tags :
Advertisement

.