Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પીપાવાવથી દૂર સમુદ્રમાં હોડીમાં માછીમાર બેભાન થયો, જાણો કઇ રીતે થયું રેસ્કયુ

પીપવાવથી હજારો કિલોમીટર દૂર જ્યારે માછીમારો ધન પ્રસાદ નામની એક હોડીમાં માછીમારી કરવા ગયા હતા ત્યારે એક માછીમારની તબિયત અચાનક જ મધ દરીયે બગડી હતી જેની જાણ ભારતીય તટરક્ષક દળને થતા હેલિકોપ્ટર અને જહાજની મદદથી માછીમારનું રેસ્કયુ કરી બહાર કઢાયો હતો.ભારતીય તટરક્ષક દળના જહાજ C 419 દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં ધન પ્રસાદ નામની એક હોડીમાંથી બેભાન થઇ ગયેલા
પીપાવાવથી દૂર સમુદ્રમાં હોડીમાં માછીમાર બેભાન થયો  જાણો કઇ રીતે થયું રેસ્કયુ
પીપવાવથી હજારો કિલોમીટર દૂર જ્યારે માછીમારો ધન પ્રસાદ નામની એક હોડીમાં માછીમારી કરવા ગયા હતા ત્યારે એક માછીમારની તબિયત અચાનક જ મધ દરીયે બગડી હતી જેની જાણ ભારતીય તટરક્ષક દળને થતા હેલિકોપ્ટર અને જહાજની મદદથી માછીમારનું રેસ્કયુ કરી બહાર કઢાયો હતો.

ભારતીય તટરક્ષક દળના જહાજ C 419 દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં ધન પ્રસાદ નામની એક હોડીમાંથી બેભાન થઇ ગયેલા માછીમારને બચાવ્યો છે. આ માછીમારને સલામત રીતે હોડીમાંથી બહાર કાઢવાની કામગીરીનું સંકલન ભારતીય તટરક્ષક દળ સ્ટેશન પીપાવાવ દ્વારા કરવામાં આવ્યું હતું. પીપવાવ સ્ટેશન ને જાફરાબાદના માછીમાર એસોસિએશન તરફથી સંદેશો મળ્યો હતો કે , તેમનો એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત સ્થિતિમાં છે . આ માહિતી પ્રાપ્ત થતા જ ICG(ભારતીય તટ રક્ષક દળ) એ સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી એક હેલિકોપ્ટર રવાના કર્યું હતું અને હાઇસ્પીડ માટે સક્ષમ એક સેલ શિપ પણ પીપાવાવથી મોકલવામાં આવ્યું હતું.

Advertisement

ઝડપથી સમુદ્રી અને હવામાં હાથ ધરવામાં આવેલા સહયોગ પૂર્ણ ઓપરેશન પછી ICG ના હેલિકોપ્ટને હોડી મળી આવી હતી અને તેમણે આ બોટ સુધી ઝડપથી પહોંચવા માટે ICG ના  જહાજને મદદ કરી હતી. ICG ના જહાજે તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમને માછીમારીની હોડી પર મોકલી હતી અને દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેની સ્થિતિ સ્થિર થઇ હતી અને દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ ICG નું જહાજ પીપાવાવ બંદરમાં પ્રવેશ્યું હતું અને વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવા અને વધુ તબીબી સંભાળ માટે માછીમાર એસોસિએશનને દર્દી સોંપી દીધો હતો. માછીમારની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 48 કલાકમાં આ બીજી એવી ઘટના છે જેમાં ઇજાગ્રસ્ત માછીમારને ICG દ્વારા સમુદ્રમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હોય.
Advertisement
Tags :
Advertisement

.