Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર પરફ્યુમ IED વડે તબાહીનો પ્લાન! એક આતંકવાદીની ધરપકડ

જમ્મુમાં ટ્વિન બ્લાસ્ટ અંગે મોટી સફળતાસુરક્ષાદળોએ એક આતંકીની ધરપકડ કરીઆતંકી પાસેથી મળી આવ્યું પરફ્યુમ IEDપ્રથમ વખત પરફ્યુમ IED પકડાવાનો કિસ્સોવિશેષ ટીમ દ્વારા પરફ્યુમ IEDને ડિફ્યૂઝ કરાશેજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત તેમના ખરાબ ઈરાદાને પૂરા કરવાનો પ્રયત્ન કરતા રહે છે. કેવી રીતે આ જમીનને નુકસાન પહોંચાડી શકાય તેવા પ્રયત્નો તેમના દ્વારા થતા જ રહે છે ત્યારે વધુ એક આતંકી પ્રવૃત્તિ
જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર પરફ્યુમ ied વડે તબાહીનો પ્લાન  એક આતંકવાદીની ધરપકડ
  • જમ્મુમાં ટ્વિન બ્લાસ્ટ અંગે મોટી સફળતા
  • સુરક્ષાદળોએ એક આતંકીની ધરપકડ કરી
  • આતંકી પાસેથી મળી આવ્યું પરફ્યુમ IED
  • પ્રથમ વખત પરફ્યુમ IED પકડાવાનો કિસ્સો
  • વિશેષ ટીમ દ્વારા પરફ્યુમ IEDને ડિફ્યૂઝ કરાશે
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત તેમના ખરાબ ઈરાદાને પૂરા કરવાનો પ્રયત્ન કરતા રહે છે. કેવી રીતે આ જમીનને નુકસાન પહોંચાડી શકાય તેવા પ્રયત્નો તેમના દ્વારા થતા જ રહે છે ત્યારે વધુ એક આતંકી પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પરફ્યુમ IED બોમ્બ જપ્ત કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે પોલીસને પરફ્યુમ જેવો દેખાતો IED મળ્યો છે. મહત્વનું છે કે, પોલીસ જમ્મુના નરવાલમાં બોમ્બ વિસ્ફોટના સંબંધમાં તપાસ કરી રહી છે, જેમાં આ IED મળી આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આતંકવાદીની ધરપકડ કરી છે. જે નરવાલ વિસ્તારમાં ડબલ બ્લાસ્ટમાં સામેલ હતો. આ આતંકવાદીએ પરફ્યુમ IEDનો ઉપયોગ કર્યો હતો. પોલીસે તેની પાસેથી પરફ્યુમ IED પણ કબજે કર્યું છે. જે પહેલીવાર મળી આવ્યું છે. આ હુમલો 21 જાન્યુઆરીએ ઘાટીમાં થયો હતો. જેમાં 9થી વધુ લોકો ઘાયલ થયા હતા. ખીણમાં પહેલીવાર પરફ્યુમ IED મળ્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ છે. આ IED એટલો ખતરનાક છે કે તેને ખોલવા કે દબાવવાનો પ્રયાસ કરવાથી જ તે વિસ્ફોટ થાય છે.
પરફ્યુમ IEDનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો
પોલીસે આરીફની કરી ધરપકડ
03 વર્ષથી લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં
20 જાન્યુઆરીએ 2 બોમ્બ પ્લાન્ટ કર્યા
21 જાન્યુઆરીએ 20 મિનિટના અંતરે બે વિસ્ફોટ
ખીણમાંથી પરફ્યુમ બોમ્બને કારણે ઘણું નુકસાન
સુરક્ષા દળોએ લશ્કરના આતંકી બનેલા સરકારી શિક્ષકની ધરપકડ કરી છે. તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં હતો. તેણે 21 જાન્યુઆરીએ નરવાલમાં બે IED બ્લાસ્ટ કર્યા હતા. આટલું જ નહીં, મે 2022માં આતંકવાદીએ વૈષ્ણોદેવી જતી બસમાં IED પણ મૂક્યું હતું. આ હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.