Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિવિલ હોસ્પિટલમાં 200 કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ઓબેસિટીની જટિલ સર્જરીનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના ચેતનભાઈને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું ચેતનભાઇનું અસહ્ય વજન અને સ્થૂળતા. 210 કિલો વજન અને 78 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા ચેતનભાઇને આ પીડામાંથી મુક્તિ અપાવવાનું બીડું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે ઝડપ્à
સિવિલ હોસ્પિટલમાં 200 કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ઓબેસિટીની જટિલ સર્જરીનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના ચેતનભાઈને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું ચેતનભાઇનું અસહ્ય વજન અને સ્થૂળતા. 210 કિલો વજન અને 78 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા ચેતનભાઇને આ પીડામાંથી મુક્તિ અપાવવાનું બીડું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે ઝડપ્યું હતું.
ગત અઠવાડિયે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા ઓબેસિટી બેરિયાટ્રિક(મીની ગેસ્ટ્રિક બાયપાસ)ની સફળ સર્જરી કરવામાં આવી. એક અઠવાડિયાની પોસ્ટ ઓપરેટિવ કેર પછી આજે ચેતનભાઇ ડિસ્ચાર્જ માટે તૈયાર છે. આ જટિલ સર્જરી બાદ હવે ચેતનભાઈનું જીવન સામાન્ય બનશે, અને તેઓ પોતાની રોજિંદી  કામગીરી સરળતાથી કરી શકશે. 
સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ 2017થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી.  ડો.રાકેશ જોષી અને ડો.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે 500 ગ્રામના બાળકથી લઈને 210કિગ્રા સુધીના દર્દીઓઓની સર્જરી કરી ચૂકી છે. જેમાં મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆતથી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સર્જરી વિભાગની ટીમે 8 જેટલી  બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.
 જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 35કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર, અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો  અથવા હૃદયરોગ સબંધિત કોઇ સમસ્યા હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્ન કરવા છતાં જો વજન ન ઘટતું હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.
          
સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સલાહ, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક પોતાનું જીવન જીવી શકે. ચેતનભાઈ જેવા સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી વિભાગ હંમેશ કટિબદ્ધ રહેશે. 
ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી પહેલા અને સર્જરી સમયના પડકારો:-
- વધુ વજનને લીધે દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની મુશ્કેલીઓ
- ઓપરેશન પહેલા અનેસ્થેસિયા આપવા માટે અને ઓપરેશન દરમિયાન દર્દીને સુવડાવવા માટે વજન સહી શકે તેવા બેડની જરૂરિયાત 
- લેપ્રોસ્કોપી માટે અલાયદા સાધનોની આવશ્યકતા
-  દર્દીના એકસ- રે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે
- વધારે વજન ધરાવતા દર્દીઓમાં10-12 ઇંચ લંબાઈનું ચરબીનું થર તેમજ પેટની દિવાલનું વજન 30-40 કિલો જેટલું હોવાથી સર્જરી અતિશય કઠિન બની રહે છે.
-  સામાન્ય સર્જરી દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું પ્રેશર 10-12જેટલું જરૂરી હોય, જ્યારે આવી સર્જરી માટે 20-25 હોય છે. 
- દર્દીના હાથ પગનું વજન ઘણું વધારે હોવાથી ઓપરેશન દરમિયાન હાથપગના હલનચલન કરાવવામાં તકલીફ પડે
- ઓપરેશન બાદ દર્દીને શિફ્ટિંગ કરવામાં, IV ફ્લુઇડ આપવામાં, કસરતો કરાવવામાં પડતી મુશ્કેલીઓ
- સામાન્ય ઓપરેશન કરતા બમણા સ્ટાફની ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દેખરેખ અને કસરત માટે જરૂરિયાત
- દર્દી માટે અલગથી સ્ટ્રેચર, ટ્રોલી વગેરેની વ્યવસ્થા કરવી પડે છે.
ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી દર્દીને થતાં ફાયદાઓ
- સતત વજનમાં થઈ રહેલા વધારાથી મુક્તિ મળે છે.
- હાર્ટ એટેક અને હાયપટેન્શન જેવી જીવલેણ બીમારીઓની શક્યતા ઓછી રહે
- હલનચલન અને રોજિંદી ક્રિયાઓ કરવામાં સરળતા રહે
- સાંધાનો ઘસારો ઘટી જાય, જેથી દર્દીને ઉઠવા બેસવામાં અને અન્ય ક્રિયાઓમાં સુલભતા રહે.
Advertisement
Tags :
Advertisement

.