Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંકલેશ્વરની યુપીએલ યુનિટ -1માં ભયંકર બ્લાસ્ટ સાથે આગ, 6ને ઇજા

ભરુચની અંકલેશ્વર જીઆઇડીસી યુપીએલ યુનિટ-1માં શુ્ક્રવારે સવારે પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર વધી જતા ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ૬ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગના પગલે વહિવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ યુપીએલ યુનિટ -1માં સવારે ૭:૩૦ કલાકના અરસામાં કંપનીના યુનિટમાં પ્રોડક્ટની પ્રોસેસ ચાલી રહી
10:42 AM May 06, 2022 IST | Vipul Pandya
ભરુચની અંકલેશ્વર જીઆઇડીસી યુપીએલ યુનિટ-1માં શુ્ક્રવારે સવારે પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર વધી જતા ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ૬ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગના પગલે વહિવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ યુપીએલ યુનિટ -1માં સવારે ૭:૩૦ કલાકના અરસામાં કંપનીના યુનિટમાં પ્રોડક્ટની પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન ટેમ્પરેચર વધી જતા ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા નજીકમાં કામ કરી રહેલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમા અંબાલાલ પટેલ (ઉંમર ૫૮) રવિન્દ્ર યાદવ (ઉંમર વર્ષ ૨૮) જીલ હાલા (ઉંમર વર્ષ ૨૩) ગીરવતભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૫૫) અશ્વિનભાઈ મોદી (ઉંમર વર્ષ ૫૫) શ્યામ શરણ તિવારી (ઉંમર વર્ષ ૪૫) મળી કુલ ૬ જણા ગંભીર રીતે દાઝ્યા હતા તેઓને તાત્કાલીક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

યુપીએલ યુનિટ-1માં ભયંકર બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાની જાણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નૈતિકા પટેલ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેર ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.આગ પર કાબુ મેળવવા માટે ભરૂચ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા સહિતની વિવિધ જીઆઇડીસીઓમાથી ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા પ્રાપ્ત થઈ હતી.સતત એક કલાક સુધી આઠથી દસ ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવતા આખરે આગ કાબુમાં આવી હતી. 
ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં ફાયર noc ફરજિયાત હોય છે અને ફાયર noc લેવામાં પણ આવતી હોય છે પરંતુ જ્યારે કંપનીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે કંપનીમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો પણ કામે લાગતા નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેમાં ફાયર સેફ્ટીના સાધનો કામ લાગી શકે તેવા અદ્યતન સુવિધાવાળા ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા કરવામાં આવે તે પણ જરૂરી છે.


Tags :
AnkleshwarBlastGujaratFirstUPL
Next Article