અંકલેશ્વર પંથકનાં ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત, બાકરોલ ગામની સીમમાં ભંગારના ગોડાઉનમાં આગ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકનાં સ્ક્રેપ માર્કેટના વિવિધ ગોડાઉનમાં છેલ્લા પંદર દિવસથી આગ લાગવાની ઘટના ઉપરાછાપરી નોંધાઇ રહી છે. આજે પણ આ સિલસિલો યથાવત રહ્યો હતો. આજે અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેના કારણે ફાયર ફાઈટર દોડતું થયું હતું અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.અંકલેશ્વરના અંસાર માર્કેટ તેમજ અમન સ્ક્રેપ માર્કેટ à
12:55 PM Apr 13, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકનાં સ્ક્રેપ માર્કેટના વિવિધ ગોડાઉનમાં છેલ્લા પંદર દિવસથી આગ લાગવાની ઘટના ઉપરાછાપરી નોંધાઇ રહી છે. આજે પણ આ સિલસિલો યથાવત રહ્યો હતો. આજે અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેના કારણે ફાયર ફાઈટર દોડતું થયું હતું અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
અંકલેશ્વરના અંસાર માર્કેટ તેમજ અમન સ્ક્રેપ માર્કેટ સહિતના બાકરોલ ગામ પાસેના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. અંકલેશ્વરમાં છેલ્લા પંદર દિવસથી સ્ક્રેપ માર્કેટના ગોડાઉનો તેમજ પુંઠાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓના કારણે ફાયર ફાઈટર સતત દોડતું રહ્યું છે. તેવામાં બુધવારે અંકલેશ્વરના બાકરોલ ગામ પાસેના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી.
આગનો કોલ મળતા જ અંકલેશ્વર નગર પાલિકા સહિતના વિવિધ ફાયર ફાયટરો દોડતા થયા હતા. સ્ક્રેપ ગોડાઉનમાં ભયંકર આગના કારણે ફાયર ફાઈટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જો કે ભીષણ આગના કારણે તેને કાબુમાં લેવા ઘણો સમય લાગ્યો હતો. જેના કારણે કારણે ગોડાઉનમાં રહેલો સ્ક્રેપનો તમામ જથ્થો ભસ્મીભૂત થઇ ગયો હતો.
Next Article