Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રપતિના દેખાવ પર ટિપ્પણી કરનાર TMC નેતા સામે FIR દાખલ

ભાજપના સાંસદે નોંધાવી FIRરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરનાર તૃણમૂલ કોંગ્રેસના નેતા અખિલ ગિરી મુશ્કેલીમાં છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ રવિવારે નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચેટર્જીએ ગિરી સામે IPC અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) એક્ટની કલમો હેઠળ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીના વડા મમતા બે
09:47 AM Nov 13, 2022 IST | Vipul Pandya
ભાજપના સાંસદે નોંધાવી FIR
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરનાર તૃણમૂલ કોંગ્રેસના નેતા અખિલ ગિરી મુશ્કેલીમાં છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ રવિવારે નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચેટર્જીએ ગિરી સામે IPC અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) એક્ટની કલમો હેઠળ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીના વડા મમતા બેનર્જીએ ગિરીને બરતરફ કરવા જોઈએ અને ઘટના માટે ખુદ રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગવી જોઈએ.
એફઆઈઆર નોંધાવ્યા બાદ ચેટર્જીએ કહ્યું 'મમતા બેનર્જીએ આ મામલે નિવેદન આપવું જોઈએ.અખિલ ગિરી તેમની સરકારમાં મંત્રી છે, તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ.તેઓ દિલ્હી આવીને માફી માંગે.. 
આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા
બીજી તરફ અખિલ ગિરીની ટિપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રવિવારે બાંકુરામાં રસ્તો રોક્યો હતો. ઘણી આદિવાસી સમિતિઓના સમર્થકો બાંકુરાના ખાતરામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી જ્યોત્સના મંડીની કાર રોકી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
રેલી દરમ્યાન આપ્યું હતું વિવાદિત નિવેદન 
રાજ્ય સુધારણા ગૃહ પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ નેતા ગિરીએ નંદીગ્રામના એક ગામમાં એક રેલી સંબોધી હતી. જેમાં તેમણે ભાજપને  જવાબ આપતા કહ્યું હતું કે'હું સારો દેખાતો નથી.અમે કોઇના દેખાવથી કોઇને આંકતા નથી.અમે ભારતના રાષ્ટ્રપતિના પદનું  સન્માન કરીએ છીએ.પણ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?'
વિવાદ બાદ માંગી છે માફી 
જ્યારે વિવાદ થયો ત્યારે ગિરીએ કહ્યું, 'મારો મતલબ માનનીય રાષ્ટ્રપતિનો અનાદર કરવાનો નહોતો. હું માત્ર ભાજપના નેતાઓ દ્વારા મારા પર કરાયેલા હુમલાનો જવાબ આપી રહ્યો હતો. દરરોજ હું મારા દેખાવના કારણે શાબ્દિક હુમલાનો શિકાર થાઉં છું. જો કોઈને લાગે છે કે મેં રાષ્ટ્રપતિનો અનાદર કર્યો છે તો હું આ નિવેદન માટે માફી માંગુ છું.
આ પણ વાંચો - લો બોલો! AAP નેતાનો પોતાની જ પાર્ટી સામેનો વિરોધ જુઓ, ચઢી ગયા ટાવર પર
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
appearanceBJPCommentfiledFIRGujaratFirstleaderLOKETlookMPpresidentTMC
Next Article