અગ્નિપથ યોજના વિરુદ્ધ વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ ગુરુ રહેમાન વિરુદ્ધ FIR, કોચિંગ સેન્ટર પર દરોડા
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહાર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. જેની શરુઆત બિહારમાં થઇ હતી. જેની તપાસમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. જેથી હવે પોલીસે આ કોચિંગ સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ કડીમાં પટના પોલીસે બિહારની રાજધાની પટનાના ગોપાલ માર્કેટમાં ગુરુ રહેમાનના કોચિંગ પર દરોડો પાડ્યોછે.બિહારમાં અગ્નિપàª
05:00 PM Jun 20, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહાર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. જેની શરુઆત બિહારમાં થઇ હતી. જેની તપાસમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. જેથી હવે પોલીસે આ કોચિંગ સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ કડીમાં પટના પોલીસે બિહારની રાજધાની પટનાના ગોપાલ માર્કેટમાં ગુરુ રહેમાનના કોચિંગ પર દરોડો પાડ્યોછે.
બિહારમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ હિંસા કેસમાં વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ ગુરુ રહેમાનની ધરપકડ થઈ શકે છે. પટનાના અદમ્ય અદિતિ ગુરુકુલ કોચિંગના સ્થાપક ગુરુ રહેમાનની ધરપકડ કરવા માટે પોલીસે સોમવારે તેના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ગુરુ રહેમાન વિરુદ્ધ દાનાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસ ટીમે ગુરુ રહેમાનના કોચિંગ સેન્ટર અને તેમના કદમકુઆં પોલીસ સ્ટેશન વિસ્તારના કોંગ્રેસ મેદાન નિવાસ અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.
સેનાની ભરતી માટે બનાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે બિહારમાં ભારે હોબાળો થયો છે. ગયા બુધવારથી શનિવાર સુધી બિહારમાં પ્રદર્શનકારીઓએ હિંસક વિરોધ કર્યો હતો. જેમણે 20થી વધુ ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. લખીસરાયમાં ટ્રેનમાં આગ લાગવાને કારણે એક મુસાફરનું મોત પણ થયું હતું, જ્યારે તારેગના અને બખ્તિયારપુર સ્ટેશનો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. 100થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
6 કોચિંગ સંસ્થાઓ વિરુદ્ધ FIR
આ વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ પટનાની 6 કોચિંગ સંસ્થાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમાં એક ગુરુ રહેમાન પણ સામેલ છે. તેના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો ગંભીર આરોપ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વીડિયોમાં તે વિદ્યાર્થીઓને અગ્નિપથ સ્કીમને લઈને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિડીયોમાં વિદ્યાર્થીઓને હિંસક વિરોધ કરવા અને ટ્રેન રોકવા માટે ઉશ્કેરે છે.
'આ વખતની ક્રાંતિ તમામ ક્રાંતિ કરતાં મોટી હશે'
ગુરુ રહેમાને એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તમે ટ્રેનને રોકી શકો છો, કારણ કે તેઓ તમારું ભવિષ્ય રોકી રહ્યા છે. આ વખતની ક્રાંતિ તમામ ક્રાંતિ કરતા મોટી હશે. તેનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તેની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી છે. પોલીસ તેના પરિવારના સભ્યો અને કોચિંગ સ્ટાફની પૂછપરછ કરી રહી છે.
ગુરુ રહેમાનના વીડિયોથી વિદ્યાર્થીઓ ગુસ્સે- SSP
આ અંગે પટનાના એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને કહ્યું છે કે 17 જૂને એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ગુરુ રહેમાન અગ્નિપથ યોજના અંગે વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમાં તે વિદ્યાર્થીઓને ટ્રેન રોકવા અને ઉગ્ર વિરોધ કરવા માટે ઉશ્કેરતો જોવા મળે છે. એસએસપીએ કહ્યું કે, વીડિયો જોયા બાદ જ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
Next Article