Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘોડે ચડવા માટે વરરાજાને કરાયો એર લિફ્ટ

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં રિમોટ લાઇન ઑફ કંટ્રોલ (LoC) પોસ્ટ પર તૈનાત એક જવાનને એરલિફ્ટ કરવા માટે એક ખાસ હેલિકોપ્ટર ફ્લાઇટ મોકલી હતી. જેથી તે 2,500 કિમી દૂર ઓડિશામાં સ્થિત તેના વતન જઈ શકે. મામલો સૈનિકના લગ્નનો હતો. જેથી જવાન પોતાના લગ્નમાં સમયસર પહોંચી શકે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અંકુશ રેખા નજીક માછિલ સેક્ટરમાં ઉà
ઘોડે ચડવા માટે વરરાજાને કરાયો એર લિફ્ટ
Advertisement
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં રિમોટ લાઇન ઑફ કંટ્રોલ (LoC) પોસ્ટ પર તૈનાત એક જવાનને એરલિફ્ટ કરવા માટે એક ખાસ હેલિકોપ્ટર ફ્લાઇટ મોકલી હતી. જેથી તે 2,500 કિમી દૂર ઓડિશામાં સ્થિત તેના વતન જઈ શકે. મામલો સૈનિકના લગ્નનો હતો. જેથી જવાન પોતાના લગ્નમાં સમયસર પહોંચી શકે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અંકુશ રેખા નજીક માછિલ સેક્ટરમાં ઉચ્ચ ઊંચાઈ પર પોસ્ટ કરાયેલા 30 વર્ષીય કોન્સ્ટેબલ નારાયણ બેહેરાના લગ્ન 2 મેના રોજ થવાના છે. તેમણે કહ્યું કે હાલમાં LoC પોસ્ટ બરફથી ઢંકાયેલી છે અને કાશ્મીર ઘાટી સાથે તેની રોડ કનેક્ટિવિટી હાલમાં બંધ છે. આ સ્થાનો પર તૈનાત સૈનિકો માટે લશ્કરી હવાઈ ઉડાનએ એક માત્ર પરિવહનનું માધ્યમ છે.

પરિવારને લાગ્યું કે દીકરો સમયસર પહોંચી શકશે નહીં
અધિકારીએ જણાવ્યું કે જવાનના માતા-પિતાએ આ અંગે તાજેતરમાં યુનિટ કમાન્ડરોનો સંપર્ક કર્યો હતો. તેઓ ચિંતિત હતા કારણ કે તે તારીખ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તેમને લાગ્યું હતું કે તેમનો પુત્ર પોતાના લગ્ન માટે સમયસર પહોંચી શકશે નહીં. આ બાબત BSFના મહાનિરીક્ષક (કાશ્મીર ફ્રન્ટિયર) રાજા બાબુ સિંહના ધ્યાને આવી હતી.

બેહેરાને ગુરુવારે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા શ્રીનગર પહોંચાડાયો
સિંહે આદેશ આપ્યો કે શ્રીનગરમાં તૈનાત દળનું એક હેલિકોપ્ટર, જેનું નામ છે ચિત્તા છે. તેને આ સમગ્ર કામગીરી માટે સ્પેશ્યલી મોકલાયું. બેહેરાને તરત જ એરલિફ્ટ કરે. હેલિકોપ્ટર દ્વારા ગુરુવારે વહેલી સવારે બેહરાને શ્રીનગર  પહોંચાડવામાં આવ્યો હતો. તે હવે ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના આદિપુર ગામમાં પોતાના ઘરે જઈ રહ્યો છે. સિંહે કહ્યું કે તેમણે હવાઈ સેવાને મંજૂરી આપી કારણ કે સૈનિકોનું કલ્યાણ તેમની પ્રથમ અને મુખ્ય પ્રાથમિકતા છે.
Tags :
Advertisement

.

×