Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના કલેકટરે બાળકોની ફી માટે કરેલા પરિપત્ર અંગે હાઇકોર્ટે શું કહ્યું, જાણો

સુરત જિલ્લા કલેકટરે ખાનગી શાળાઓ માટે જારી કરેલ પરિપત્ર અંગે ગુજરાત હાઇકોર્ટ સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે જિલ્લા કલેકટર પોતાની સત્તા બહારના નિર્દેશો ન આપી શકે.જો કોઈ શાળા કે સંચાલક બાળક પર ફી માટે દબાણ કરે, એવા વ્યક્તિ કે શાળા સામે પગલાં લેવાવાં જોઈએ. આ મામલે હાઇકોર્ટે રાષ્ટ્રીય બાળ આયોગને પણ પક્ષકાર તરીકે જોડવા હુકમ કર્યો છે.કલેકટરને અધિકાર ક્યાંથી મળ્યો સ
સુરતના કલેકટરે બાળકોની ફી માટે કરેલા પરિપત્ર અંગે હાઇકોર્ટે શું કહ્યું  જાણો
સુરત જિલ્લા કલેકટરે ખાનગી શાળાઓ માટે જારી કરેલ પરિપત્ર અંગે ગુજરાત હાઇકોર્ટ સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે જિલ્લા કલેકટર પોતાની સત્તા બહારના નિર્દેશો ન આપી શકે.જો કોઈ શાળા કે સંચાલક બાળક પર ફી માટે દબાણ કરે, એવા વ્યક્તિ કે શાળા સામે પગલાં લેવાવાં જોઈએ. આ મામલે હાઇકોર્ટે રાષ્ટ્રીય બાળ આયોગને પણ પક્ષકાર તરીકે જોડવા હુકમ કર્યો છે.
કલેકટરને અધિકાર ક્યાંથી મળ્યો 
સુરત જિલ્લા કલેકટર દ્વારા સુરતની શાળાઓને  કરવામાં આવેલ પરિપત્ર અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે કલેક્ટરને સવાલ કર્યો કે, 'એક કે બે શાળાઓમાં બનતી ઘટના બાબતે કોઈ ઓર્ડરથી તમામ શાળાઓ કે સંચાલકોને નિર્દેશ આપવાના કલેકટરને અધિકાર ક્યાંથી મળ્યો?'. સાથે જ એ પણ કહ્યું, કે 'જો કોઈ શાળા કે સંચાલક બાળક પર ફી માટે દબાણ કરે, એવા વ્યક્તિ કે શાળા સામે પગલાં લેવાવાં જોઈએ'.
બાળ આયોગને પણ જવાબ રજૂ કરવા જણાવ્યું
આ મામલે સંચાલકોએ દલીલ કરી કે, 'ફી માટેનું રિમાઇન્ડર મોકલવું એ બાળકની પર ફી માટેનું દબાણ કે બળજબરી ન ગણી શકાય'. ગુજરાત હાઈકોર્ટે આ મામલે હવે રાષ્ટ્રીય બાળ આયોગને પક્ષકાર કરી કે જોડી જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. કારણ કે જિલ્લા કલેક્ટરે બાળ અયોગની સૂચના આધારે તપાસ કરીને આ પરિપત્ર કર્યો હતો. જેથી બાળ આયોગને પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. 
કલેકટરે પરિપત્ર કર્યો હતો
સુરત જિલ્લા કલેકટર આયુશ ઓક દ્વારા સુરતની શાળાઓને બાળકો પાસે ફી બાકી હોય, તો તે માટે દબાણ ન કરવા સુચના આપતો પરિપત્ર કર્યો હતો. જેને સુરત ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.