દુષ્કર્મની ઘટનાઓ વિશે શું કહ્યું ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ, જાણો
સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ દુષ્કર્મના કેસને લઇને મહત્વનું નિવેદન આપતાં કહ્યું હતું કે દુષ્કર્મની ઘટના બને ત્યારે સીધો દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવાય છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં નજીકના સબંધી જ જવાબદાર હોવાનું જોવા મળ્યું છે. સામાન્ય રીતે હાલ મોબાઇલમાં રહેલાઇથી મળી આવતાં અશ્લિલ સાહિત્યના કારણે દુષ્કર્મની ઘટનાઓ બને છે અને લોકોની વિકૃત માનàª
સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ દુષ્કર્મના કેસને લઇને મહત્વનું નિવેદન આપતાં કહ્યું હતું કે દુષ્કર્મની ઘટના બને ત્યારે સીધો દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવાય છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં નજીકના સબંધી જ જવાબદાર હોવાનું જોવા મળ્યું છે. સામાન્ય રીતે હાલ મોબાઇલમાં રહેલાઇથી મળી આવતાં અશ્લિલ સાહિત્યના કારણે દુષ્કર્મની ઘટનાઓ બને છે અને લોકોની વિકૃત માનસિકતાના કારણે આવી ઘટનાઓ બને છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે વિચાર વ્યકત કર્યો હતો કે તેમણે દુષ્કર્મની ઘટનાઓ સંદર્ભે સર્વે કરાવ્યા હતા જેમાં 2 પરિબળો જાણવા મળ્યા હતા. તેમને જાણવા મળ્યું હતું કે હાલ સહેલાઇથી મોબાઇલમાં ઉપલબ્ધ પોર્ન સાહિત્ય જવાબદાર દુષ્કર્મની ઘટનાઓ માટે જવાબદાર છે. તેમણે કહ્યું હતું કેપિડીતાની નજીકની જ વ્યકતી પણ દુષ્કર્મ માટે જવાબદાર છે. તેમણે આ મામલે વધુમાં કહયું હતું કે આ પ્રકારના કિસ્સાઓને કાયદો વ્યવસ્થા સાથે જોડી શકાય નહી. પોલીસ વિભાગ પર દોષનો ટોપલો ના ઢોળવો જોઇએ તેમ કહી તેમણે દુષ્કર્મની ઘટનાઓ પર પોલીસનો બચાવ કર્યો હતો.
દુષ્કર્મની ઘટનાઓ પાછળ મોબાઇલ સૌથી વધુ જવાબદાર હોવાનું જણાવતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મોબાઇલમાં રહેલા પોર્ન સાહિત્યના કારણે સમાજના લોકોની માનસિકતા પર ખુબ અસર પડી છે અને દુષ્કર્મના કિસ્સા આચરાય છે. સમાજમાં આવી માનસિકતા ધરાવતા લોકોના કારણે આવી ઘટનાઓ બને છે.
Advertisement