Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરવાની નોબત આવે તો જાણો શું થઇ શકે

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજેરોજ પરિવર્તન આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશીની સાથે સાથે તેમની પાર્ટી શિવસેનાની કમાન પણ તેમના હાથમાંથી જતી જોવા મળી રહી છે. વિધાનસભામાં શિવસેનાની સંખ્યા સતત ઘટી રહી છે. ગુરુવાર સુધી, એકનાથ શિંદેની છાવણીમાં શિવસેનાના 33 ધારાસભ્યો હતા, હવે તે વધીને 38 થઈ ગયા છે, 9 ધારાસભ્યો અપક્ષ છે અને 2 ધારાસભ્યો પ્રહાર જનશક્તિ પાર્ટીના છે જેઓ ગુવાહાટીની રેડિસન બ્લુ
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરવાની નોબત આવે તો જાણો શું થઇ શકે
મહારાષ્ટ્રના રાજકારણમાં રોજેરોજ પરિવર્તન આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશીની સાથે સાથે તેમની પાર્ટી શિવસેનાની કમાન પણ તેમના હાથમાંથી જતી જોવા મળી રહી છે. વિધાનસભામાં શિવસેનાની સંખ્યા સતત ઘટી રહી છે. ગુરુવાર સુધી, એકનાથ શિંદેની છાવણીમાં શિવસેનાના 33 ધારાસભ્યો હતા, હવે તે વધીને 38 થઈ ગયા છે, 9 ધારાસભ્યો અપક્ષ છે અને 2 ધારાસભ્યો પ્રહાર જનશક્તિ પાર્ટીના છે જેઓ ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે. હવે તમામની નજર યોજાનાર ફ્લોર ટેસ્ટ પર છે.
આ ફ્લોર ટેસ્ટ શું છે. આ ટેસ્ટમાં નક્કી કરવામાં આવે છે કે પાર્ટી પાસે સરકાર બનાવવા માટે સંખ્યા છે કે નહીં. રાજ્યપાલ આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટનો આદેશ આપવાની સત્તાથી વંચિત ન કરી શકાય. જો રાજ્યપાલને લાગે છે કે સરકારના ગૃહમાં સંખ્યા ઓછી છે, તો તેઓ ઇચ્છે તો ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે.
કાયદા અનુસાર, જો વિધાનસભાનું સત્ર ચાલુ હોય તો સ્પીકર ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે, પરંતુ જો સત્ર ચાલુ ન હોય તો રાજ્યપાલ કલમ 163 હેઠળ ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. હાલ મહારાષ્ટ્રમાં માત્ર રાજ્યપાલ જ ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે કારણ કે ત્યાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી.
મહારાષ્ટ્રની 288 બેઠકમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી સાબિત કરવા માટે 144 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વર્તમાન સરકારની વાત કરીએ તો એમવીએ સરકારમાં શિવસેનાના 55 ધારાસભ્યો, એનસીપીના 53 ધારાસભ્યો અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. આ સિવાય MNS, સ્વાભિમાની પક્ષ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક-એક ધારાસભ્યને ધારાસભ્ય અને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ભાજપ 106 ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધ પક્ષ છે.
 એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ સરકાર લઘુમતીમાં ચાલી રહી છે. કારણ કે શિંદેનો દાવો છે કે શિવસેનાના 38 ધારાસભ્યો તેમની સાથે છે, સાથે 9 અપક્ષ અને 2 પ્રહાર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જો ભાજપ સાથે આવે તો 106 ધારાસભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેથી આવી સ્થિતિમાં તેઓ સરળતાથી બહુમત સાબિત કરી શકે છે અને સરકાર બનાવી શકે છે.
જો સરકાર સાથેના ધારાસભ્યોની વાત કરીએ તો સરકાર સાથે 114 ધારાસભ્યો છે, જેમાં એનસીપીના 53, શિવસેનાના 17 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સામેલ છે. તો સરકાર સામેના આંકડા વધુ જોવા મળી રહ્યા છે. સરકાર વિરુદ્ધ 164 ધારાસભ્યો છે, જેમાં ભાજપના 106, બળવાખોર શિંદેના 38 અને અન્ય 20 ધારાસભ્યો સરકાર વિરુદ્ધ દેખાઈ રહ્યા છે.
બીજી તરફ  શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે વિધાનસભામાં શિવસેનાની તાકાત ઘટી છે પરંતુ બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં MVAને સમર્થન આપશે. રાઉતે કહ્યું કે નંબર ગમે ત્યારે બદલાઈ શકે છે. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોની પાર્ટી પ્રત્યેની વફાદારી તેઓ મુંબઈ પરત ફર્યા બાદ જ ચકાસવામાં આવશે.  રાઉતે સ્વીકાર્યું હતું કે બળવાને કારણે વિધાનસભામાં પાર્ટીની સંખ્યા ઘટી છે. પરંતુ નંબરો કોઈપણ સમયે બદલાઈ શકે છે. બળવાખોર ધારાસભ્યો પરત ફરશે ત્યારે બાળાસાહેબ ઠાકરે અને શિવસેના પ્રત્યેની તેમની વફાદારીની કસોટી થશે.                    
Advertisement
Tags :
Advertisement

.