કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા કયા કેસમાં દોષિત? જાણો
કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને અદાલતે દોષિત જાહેર કર્યા છે. 2007માં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો કેસ ચાલી રહ્યો હતો અને આ કેસમાં તેમને દોષીત જાહેર કરાયા છે. કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ 2007માં રાજકોટની વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા હત
09:45 AM Apr 20, 2022 IST
|
Vipul Pandya
કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને અદાલતે દોષિત જાહેર કર્યા છે. 2007માં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો કેસ ચાલી રહ્યો હતો અને આ કેસમાં તેમને દોષીત જાહેર કરાયા છે.
કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ 2007માં રાજકોટની વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા હતા. હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલમાંથી ફરાર થવાના કેસમાં 4 પોલીસ કર્મી તથા 3 ડોકટરો સહિત 14 શખ્સ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને કોર્ટે દોષીત જાહેર કર્યા હતા. આ કેસમાં 2 વર્ષની સજાની જોગવાઇ છે. તાત્કાલીક જામીન પર મુકત થઇ શકે તેવી પણ જોગવાઇ છે. ઉલ્લેખનિય છે કે કાંધલ જાડેજા કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય પણ છે.
Next Article