ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બર્થ-ડે ઉજવવા આવેલા પરિવાર અને રેસ્ટોરન્ટના વેઈટરો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

ભરૂચના ગોલવાડ વિસ્તારમાં રહેતું એક પરિવાર લિંક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં બર્થ ડે પાર્ટી કરવા ગયા હતા જ્યાં પરિવાર અને વેઇટરો વચ્ચે સુપ તીખું હોવા બાબતે બોલાચાલીબાગ મારામારી થતા બર્થ ડે ઉજવવા આવેલા પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.સુપ તીખું હોવા બાબતે ઝઘડોભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાયેલ અનુસાર ભરૂચના ગોલવાડ સà«
05:33 PM Oct 18, 2022 IST | Vipul Pandya
ભરૂચના ગોલવાડ વિસ્તારમાં રહેતું એક પરિવાર લિંક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં બર્થ ડે પાર્ટી કરવા ગયા હતા જ્યાં પરિવાર અને વેઇટરો વચ્ચે સુપ તીખું હોવા બાબતે બોલાચાલીબાગ મારામારી થતા બર્થ ડે ઉજવવા આવેલા પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
સુપ તીખું હોવા બાબતે ઝઘડો
ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાયેલ અનુસાર ભરૂચના ગોલવાડ સોનેરી મહેલ વિસ્તારમાં રહેતા કૃષાંગ શશીકાંત રાણા ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરાયા છે કે, ફરિયાદીના ભત્રીજા ધ્રુવી રાણાનો જન્મદિવસ હોવાના કારણે પરિવારજનો સાથે ભરૂચના લિંક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવા ગયા હતા જેમાં પ્રથમ ચાઈનીઝ સુપ તથા સ્ટાટર્સ મંગાવેલ અને સ્ટાટર્સ તથા સુપ આવતા સુપ તીખું હોય તે બાબતે રેસ્ટોરન્ટમાં કર્મચારીને ટોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગ્રાહકે કહ્યું શુભ જોઈતું નથી તમે પરત લઈ જાવ તેમ કહેતા કર્મચારીએ સુપ પરત લઈ ગયા હતા.
પરિવારના 3 લોકોને ઈજા
બાદમાં બે કર્મચારી પીઝા ખાવા માટેની પ્લેટો લઈને આવેલ હોય તે વખતે વેઇટરો અને પરિવારો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતીજેમાં રેસ્ટોરન્ટના વેઇટરોએ ભેગા મળી પરિવારજનો પર તૂટી પડ્યા હતા જેમાં 3 લોકોને ઈજા થઈ હતી એકને નાક ના ભાગે તથા કપાળના ભાગે સહિત પેટના ભાગે ઇજાઓ થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે ઇજાગ્રસ્તોનું નિવેદન લઈ રેસ્ટોરન્ટના વેઈટરો સામે મારામારી તેમજ રાઇટીંગનો ગુનો દાખલ કર્યો હતો અને હોટલમાં રહેલા વેટરોને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા.
સામે પક્ષે પણ ફરિયાદ
વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટના વેટરોએ પણ બર્થ ડે ઉજવવા આવેલા પરિવારજનોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે તેઓએ પણ ફરિયાદ આપી હતી જેમાં ફરિયાદીમાં બહાદુર વિજ શારકીએ આક્ષેપ કર્યા હતા કે બીજું સુપ બનાવી સર્વિસ મેન દીપક સુનાર નાઓને આપવા ગયેલ આ વખતે તેઓએ સ્ટાર્ટર ખાઈ લીધેલ હોય જેથી તેઓ પૈકી ચેકસ શટૅ પહેરેલ વ્યક્તિએ માં બેન સમાની ગાળો ભાંડી સુપ પીવું નથી પીઝા લાવો જેથી બોલાચાલી બાદ બર્થ ડે પાર્ટીમાં આવેલા લોકોએ હુમલો કર્યો હોય જેના કારણે વેઇટરોને પણ મારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવતા પોલીસે રેસ્ટોરન્ટમાં બર્થ ડે પાર્ટી કરવા આવેલા અજાણ્યા ટોળા સામે પણ રાયોટીંગ અને મારામારી તથા જાનથી મારી નાખવા અંગે ગુનો દાખલ કર્યો હતો
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના વિલિયમ ઝોન પીઝા રેસ્ટોરન્ટમાં બબાલ થઈ હોવાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને થતાં એડમિશન પોલીસનો કાફલો પી.આઈ સહિત દોડી આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા બર્થ ડે પાર્ટી કરવા આવેલા પરિવારજનોએ સામેથી હુમલો કર્યો હોય અને ત્યારબાદ વેટરો એ પણ હુમલો કર્યો હોવાનું જણાય તો આ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ બંને પક્ષો સામે રાયોટીગના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરમ્ભિસ છે.
આ પણ વાંચો - વાઘવલ્લા ગામે પોલીસે વ્યાપક પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપ્યું
Tags :
BharuchBharuchPoliceCrimeGujaratFirstpolice
Next Article