Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

અમદાવાદની સાબરમતી જેલ કોઇકના કોઇ કારણસર સમાચારોમાં રહે છે. ક્યારેક કેદીઓ પાસેથી ફોન ઝડપાય છે, ક્યારેક કેદીઓ વચ્ચે મારામારી થાય છે. ફરી એક વખત આવી ઘટના બની છે. અમદાવાદની નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં 12 તારીખે સાંજે પાંચ વાગે સાત જેટલા કેદીઓએ મારામારી કરી હતી. પાંચ આરોપીએ મંડળી બનાવી જેલમાં જમવા માટે આપવામાં આવતી સ્ટીલની  થાળીના કાપણા બનાવી બે કેદીઓને માર માર્યો હતો.નવી સાબરમતી સેન
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી  રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદની સાબરમતી જેલ કોઇકના કોઇ કારણસર સમાચારોમાં રહે છે. ક્યારેક કેદીઓ પાસેથી ફોન ઝડપાય છે, ક્યારેક કેદીઓ વચ્ચે મારામારી થાય છે. ફરી એક વખત આવી ઘટના બની છે. અમદાવાદની નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં 12 તારીખે સાંજે પાંચ વાગે સાત જેટલા કેદીઓએ મારામારી કરી હતી. પાંચ આરોપીએ મંડળી બનાવી જેલમાં જમવા માટે આપવામાં આવતી સ્ટીલની  થાળીના કાપણા બનાવી બે કેદીઓને માર માર્યો હતો.
નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા કેદી યાસીન હબીબાણી રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે પ્રમાણે 12 એપ્રિલ સાંજના પાંચ વાગ્યે તે અને તેમના મિત્ર અબ્બાસ અનવર નવી મધ્ય જેલના સર્કલ યાર્ડ 9/01 માં હાજર હતા. તે દરમિયાન નજીકમાં વોર્ડન તરીકે કામ કરતાં કેદીએ તેમને કહ્યું કે તમે બંને સુબેદાર પેટી પાસે જાઓ તમને સાહેબ બોલાવે છે. જેથી યાસીન અને અબ્બાસ સુબેદાર પેટી પાસે ચાલતા જતા હતા. તે દરમિયાન નવી જેલના સર્કલ યાર્ડ નંબર 11 પાસે પહોંચતા તેમના પર હુમલો થયો હતો.
અગાઉ યાસીન અને અબ્બાસ સાથે હાઈ સિક્યુરિટી યાર્ડમાં જમવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે આરોપીઓ પહેલાથી જ યાર્ડ નંબર 11 પાસે હાજર હતા. જેમાં વિજય પદ્મ સાડી, કેતુ પટેલ ,વિશાલ પરમાર ,હર્ષદ વૈષ્ણવ, હિતેશ પરમાર તેમની બેરેકની બહાર ઊભેલા હતા. આ પાંચેય કેદીએ એકસંપ થઇ સ્ટીલની જમવાની થાળીમાંથી બનાવેલા કાપણા વડે યાસીન અને અબ્બાસને માર માર્યો હતો. જેમાં યાસીનને માથાના ભાગે, બંને ગાલ પર અને ગરદનના ભાગે ઇજા થઇ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.
યાસીનના મિત્ર અબ્બાસને ગાલ અને કાન પાસે સામાન્ય ઇજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. મારામારીનો અવાજ થતાં નજીકના કેદીઓ તેમજ ફરજ ઉપર હાજર જેલ કર્મચારીઓએ આ બંને કેદીઓને વધારે મારથી છોડાવ્યા હતા. યાસીન શેરાભાઈ નામના કેદીએ  5 આરોપી કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Advertisement
Tags :
Advertisement

.