Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુતિયાણા ફોરેસ્ટ રેન્જમાં મધરાતે ભીષણ આગ, 500 વિઘાથી વધુનો જંગલ વિસ્તાર ખાખ

કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામ નજીકના જંગલ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સમયે આગની ઘટનાથી અંદાજે 500 વિઘાથી વધુનો જંગલ વિસ્તાર બળીને રાખ થઈ જવા પામ્યો છે. જોકે, સદ્નસીબે જંગલી પ્રાણીઓના વસવાટવાળા આ એરિયામાં કોઈ પ્રાણીઓના મોત થયા નથી. બનાવના પગલે પોરબંદર તથા ઉપલેટાથી ફાયર ફાઈટર્સ ખાગેશ્રી ગામે દોડાવવામાં આવ્યા હતા અને વહેલી સવારે આગને બૂઝાવવામાં સફળતા મેળવી હતી.મોડી રાતે આગઆગની
કુતિયાણા ફોરેસ્ટ રેન્જમાં મધરાતે ભીષણ આગ  500 વિઘાથી વધુનો જંગલ વિસ્તાર ખાખ
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામ નજીકના જંગલ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સમયે આગની ઘટનાથી અંદાજે 500 વિઘાથી વધુનો જંગલ વિસ્તાર બળીને રાખ થઈ જવા પામ્યો છે. જોકે, સદ્નસીબે જંગલી પ્રાણીઓના વસવાટવાળા આ એરિયામાં કોઈ પ્રાણીઓના મોત થયા નથી. બનાવના પગલે પોરબંદર તથા ઉપલેટાથી ફાયર ફાઈટર્સ ખાગેશ્રી ગામે દોડાવવામાં આવ્યા હતા અને વહેલી સવારે આગને બૂઝાવવામાં સફળતા મેળવી હતી.
મોડી રાતે આગ
આગની ઘટના અંગે જાણકારી આપતાં કુતિયાણા રેન્જના RFO મોરીએ જણાવ્યા મુજબ કુતિયાણાના ખાગેશ્રી પાસેના વન વિસ્તારમાં ગત રાત્રીના 2થી 3 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી હતી કે તે જોતજોતામાં મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી અને જોતજોતામાં 400થી 500 વિઘા વિસ્તારને ચપેટમાં લઈ લીધો હતો.
3 થી 4 કલાક બાદ આગ પર કાબુ
બીજી બાજુ બનાવની જાણ થતાં પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સાથેસાથે ઉપલેટાથી પણ ફાયર ફાઈટર્સ બોલાવવામાં આવ્યા હતા. બનાવના પગલે વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે લગભગ 3થી 4 કલાક સુધી પાણીનો સતત મારો ચલાવીને આખરે આગને કાબૂમાં લીધી હતી.
જાનહાનિની કોઈ વિગત નહી
જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ ખાગેશ્રી પાસેના આ જંગલ વિસ્તારમાં દીપડાં, 200થી વધુ કાળિયાર સહિતના જંગલી પ્રાણીઓનો વસવાટ છે. આગના પગલે પ્રાણીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી, પરંતુ આગમાં કોઈ પ્રાણીની જાનહાનિ થયાનું હજુ સુધી જાણમાં નથી આવ્યું.
વધુ એક આગની ઘટના
ઉલ્લેખનીય છે કે, હજુ થોડો સમય પહેલાં ઓડદર નજીક જંગલ વિસ્તાર નજીક પણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી, ત્યારે હવે વધુ એક આગની ઘટનાથી અનેક સવાલ ઉઠ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.