બાળકોને ખવડાવું કે મારી નાખું ? PAK મહિલાએ પોતાના PMને પૂછયું, જુઓ વિડીયો
પાકિસ્તાનના કરાચી શહેરની એક મહિલાએ દેશની આર્થિક સ્થિતિને એવી રીતે ઉજાગર કરી છે કે તેનો વિડીયો દેશમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તેણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને કહ્યું કે, તમે મને કહો કે આ મોંઘવારીમાં હું મારા બાળકને ખવડાવું કે તેને મારી નાખું. મહિલાએ વિડીયો રેકોર્ડ કર્યો છે, જે વાયરલ થયો છે. પાકિસ્તાન લાંબા સમયથી આર્થિક સંકટ અને મોંઘવારીની જાળમાં ફસાયેલું છે. નિષ્ણાંતોનà
પાકિસ્તાનના કરાચી શહેરની એક મહિલાએ દેશની આર્થિક સ્થિતિને એવી રીતે ઉજાગર કરી છે કે તેનો વિડીયો દેશમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તેણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને કહ્યું કે, તમે મને કહો કે આ મોંઘવારીમાં હું મારા બાળકને ખવડાવું કે તેને મારી નાખું. મહિલાએ વિડીયો રેકોર્ડ કર્યો છે, જે વાયરલ થયો છે.
પાકિસ્તાન લાંબા સમયથી આર્થિક સંકટ અને મોંઘવારીની જાળમાં ફસાયેલું છે. નિષ્ણાંતોને તો એ વાતની પણ આશંકા છે કે પાકિસ્તાનની હાલત શ્રીલંકા જેવી ન થાય. આ બધાની વચ્ચે એક ઘરેલું મહિલા કામદારે જ્યારે તે બજારમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરીને પરત આવી ત્યારે પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
આ મહિલાનો વીડિયો શેર કરતા પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે કહ્યું કે હું ઈચ્છું છું કે આખું પાકિસ્તાન આ મહિલાનો અવાજ સાંભળે. રાબિયા નામની આ મહિલા કહી રહી છે કે શાહબાઝ શરીફ અને મરિયમ જેવા લોકો જે જવાબદાર હોદ્દા પર છે તેઓએ તેમને જણાવવું જોઈએ કે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયા બાદ તેમના ખર્ચનું સંચાલન કેવી રીતે કરવું. વિડીયોમાં મહિલા ભાવુક થઈ જાય છે અને કહે છે કે મારે મારા બાળકોને ખવડાવવું જોઈએ કે મારી નાખવું જોઈએ?
આટલું જ નહીં પોતાના વિશે જણાવતા મહિલાએ કહ્યું કે તેને બે બાળકો છે. એક બાળકને આંચકી આવી રહી છે, જ્યારે છેલ્લા ચાર મહિનામાં તેની સારવાર માટેની દવાનો ખર્ચ ઘણો વધી ગયો છે. શું હું મારા બાળક માટે દવાઓ ખરીદવાનું ટાળી શકું? તેમણે વધુમાં પૂછ્યું કે સરકારે લગભગ ગરીબોને માર્યા છે. શું તમે ખરેખર ભગવાનથી પણ ડરતા નથી?
Advertisement