Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden ના ઘરે FBI ના દરોડા, 12 કલાક સુધી ચાલી તપાસ

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) ના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના ઘર અને ખાનગી ઓફિસમાંથી ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. જે બાદથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમના ડેલાવેરના ઘરે 12 કલાકની શોધખોળ બાદ વધુ છ ગુપ્ત ફાઇલો જપ્ત કરવામાં આવી હતી. અમેરિકી ન્યાય વિભાગના અધિકારીઓની કાર્યવાહી બાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ joe biden ના ઘરે fbi ના દરોડા  12 કલાક સુધી ચાલી તપાસ
અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) ના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના ઘર અને ખાનગી ઓફિસમાંથી ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. જે બાદથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમના ડેલાવેરના ઘરે 12 કલાકની શોધખોળ બાદ વધુ છ ગુપ્ત ફાઇલો જપ્ત કરવામાં આવી હતી. અમેરિકી ન્યાય વિભાગના અધિકારીઓની કાર્યવાહી બાદ બાઈડેનના ઘરમાંથી અમેરિકાની ગોપનીય ફાઈલો બહાર આવી છે. 
ઘરની તપાસ દરમિયાન બાઈડેન ઘરમાં નહોતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાંથી કેટલીક ફાઇલો તે સમયની છે જ્યારે બાઈડેન સેનેટર હતા. વળી, આઠ વર્ષ પહેલાં જ્યારે બાઈડેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે કેટલીક ફાઇલો જપ્ત કરવામાં આવી હતી. બાઈડેનના વકીલ બોબ બોયરે જણાવ્યું હતું કે બાઈડેને પોતે ન્યાય વિભાગના અધિકારીઓને ફરીથી ઘરની તપાસ કરવા માટે બોલાવ્યા હતા. અહેવાલો અનુસાર, જ્યારે બાઈડેનના ઘરની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે બાઈડેન અથવા તેમની પત્ની ઘરે ન હોતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમના ઘરની ફરી તપાસ કરવાના એક દિવસ પહેલા આ સમગ્ર મામલે મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને આ અંગે કોઈ અફસોસ નથી. બાઈડેને પોતાની સ્પષ્ટતામાં એમ પણ કહ્યું કે - જેવી અમને ખબર પડી કે કેટલીક ફાઈલો ખોટી જગ્યાએ છે, અમે તેને આર્કાઈવ્સ સેક્શન અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને સોંપી દીધી.
Advertisement

12 કલાક સુધી શોધખોળ ચાલી 
જો બાઈડેનના વકીલ બોબ બોયરે કહ્યું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ શુક્રવારે લગભગ 12 કલાક સુધી રાષ્ટ્રપતિના ઘરની તપાસ કરી અને આ દરમિયાન તેમને 6 ગોપનીય દસ્તાવેજો મળ્યા. બોયરે જણાવ્યું હતું કે, FBI એ જે દસ્તાવેજો જપ્ત કર્યા છે તે સેનેટર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બાઈડેનના કાર્યકાળ સાથે સંબંધિત છે, જ્યારે નોટ તેમના ઉપરાષ્ટ્રપતિ પદની છે. જણાવી દઈએ કે બાઈડેન પર એવા આરોપો છે કે તેઓ ઓફિસ છોડતા પહેલા પોતાની સાથે ગોપનીય દસ્તાવેજો લઈ ગયા હતા.
બાઈડેનના લિવિંગ રૂમની પણ તપાસ કરવામાં આવી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઘરની સવારે 9.45 થી 10.30 વાગ્યા સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને પક્ષોની કાનૂની ટીમ અને વ્હાઇટ હાઉસના એક અધિકારી હાજર હતા. રિપોર્ટ્સ અનુસાર, સર્ચ દરમિયાન બાઈડેનના લિવિંગ રૂમથી લઈને ગેરેજ સુધીના પૂરા ઘરની તલાશી લેવામાં આવી હતી. સર્ચમાં ઈન્ટેલિજન્સ ફાઈલો ઉપરાંત હાથથી લખેલી કેટલીક નોટો અને તેની આસપાસ રાખવામાં આવેલી અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. એટર્ની બોબ બોયરે અપીલ કરી હતી કે જ્યાં સુધી ગૃહની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બાબતને જાહેર કરવામાં ન આવે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.