Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂજમાં પિતાએ ભૂલથી ટ્રેકટર રિવર્સ લેતા દીકરીઓ પર ટાયર ચડી ગયું, એક બાળકીનું મોત

ઘણી વખત એક નાની અમથી ભૂલ ઘણી મોંઘી પડે છે. ક્યારેક તો આવી ભૂલ જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે ભૂજમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ભૂજ તાલુકાના કાળી તલાવડી ગામે આવેલી ચાઈનાક્લે કંપનીમાં અજાણતા બનેલી ઘટનામાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. તો અન્ય ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કાળી તલાવડી ગામે રહેતા અને ચાઈનાક્લે કંપનીમાં કામ કરતા ૨૪
ભૂજમાં પિતાએ ભૂલથી ટ્રેકટર રિવર્સ લેતા દીકરીઓ પર ટાયર ચડી ગયું  એક બાળકીનું મોત
ઘણી વખત એક નાની અમથી ભૂલ ઘણી મોંઘી પડે છે. ક્યારેક તો આવી ભૂલ જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે ભૂજમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ભૂજ તાલુકાના કાળી તલાવડી ગામે આવેલી ચાઈનાક્લે કંપનીમાં અજાણતા બનેલી ઘટનામાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. તો અન્ય ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. 
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કાળી તલાવડી ગામે રહેતા અને ચાઈનાક્લે કંપનીમાં કામ કરતા ૨૪ વર્ષિય સમીર મંગલિયા ભૂરિયા ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં કંપનીમાં ટ્રેકટર ચલાવતા હતા. ત્યારે આ ઘટના બની હતી. સમીરભાઇની બે દીકરીઓ કંપનીમાં રાત્રે ખુલ્લામાં સુતી હતી. જેમાં સોનલની ઉંમર પાંચ વર્ષની અને પિનલની ઉંમર ત્રણ વર્ષની હતી. ત્યારે અજાણતા સમીરભાઈએ પોતે જે ટ્રેક્ટર ચલાવતા હતા ભૂલથી રિવર્સમાં લેતાં પાછળ સુતેલી દીકરીઓ પર ટ્રેકટરનું ટાયર ચડી ગયું હતું. જેના કારણે બંને દીકરીઓને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ બંનેને તાબડતોબ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં  ખસેડવામાં આવી હતી. 
હોસ્પિટલમાં આજે સવારે ૩:૧૬ કલાકે ફરજ પરના તબીબે સોનલને મૃત જાહેર કરતાં પરિવાર ભાંગી પડ્યો હતો. હૈયા ફાટ રૂદન કરતા માતા અને પિતા પાસેથી માસૂમના મોતની આ ચકચારી ઘટના સાંભળીને ફરજ પરના સ્ટાફ તેમજ પોલીસ કર્મીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. સોનલ સાથે સુતેલી ૩ વર્ષની બહેન પિનલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી હાલ તે સારવાર હેઠળ છે. થોડી ગફલતાઈના કારણે બનેલી આ ઘટનાએ પરિવારને વીંખી નાખ્યો છે. બનાવને પગલે ચાઈનાક્લે કંપનીમાં કામ કરતા સહકામદારોમાં પણ શોક છવાઈ ગયો હતો.
Advertisement
Tags :
Advertisement

.