Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહુચરાજીના ફેંચડી ગામમાં આ કારણસર ખેડૂતોએ કર્યો હોબાળો

બહુચરાજીએ એક ગુજરાતનું એક ઓટોહબ બનવા જઈ રહ્યું છે. બહુચરાજી તાલુકામાં અનેક કંપનીઓ કાર્યરત પણ થઈ છે ત્યારે સ્થાનિકો આ કંપનીઓના કારણે પરેશાન પણ થઈ રહ્યા છે.બહુચરાજી તાલુકાના ફિંચડી ગામ પાસે એક બેટરી બનાવવાનો પ્લાન મંજુર થયો છે. આ પ્લાન્ટ ફિંચડી ગ્રામ પંચાયતના ગૌચરમાં બનવા જઈ રહ્યો છે. મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા આ ગૌચરની જગ્યા આજથી અંદાજે 2 વર્ષ પહેલાં કંપનીને આ ગૌચરની જગ્યા ફાà
01:21 PM Dec 15, 2022 IST | Vipul Pandya
બહુચરાજીએ એક ગુજરાતનું એક ઓટોહબ બનવા જઈ રહ્યું છે. બહુચરાજી તાલુકામાં અનેક કંપનીઓ કાર્યરત પણ થઈ છે ત્યારે સ્થાનિકો આ કંપનીઓના કારણે પરેશાન પણ થઈ રહ્યા છે.
બહુચરાજી તાલુકાના ફિંચડી ગામ પાસે એક બેટરી બનાવવાનો પ્લાન મંજુર થયો છે. આ પ્લાન્ટ ફિંચડી ગ્રામ પંચાયતના ગૌચરમાં બનવા જઈ રહ્યો છે. મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા આ ગૌચરની જગ્યા આજથી અંદાજે 2 વર્ષ પહેલાં કંપનીને આ ગૌચરની જગ્યા ફાળવી ફિંચડી ગામને અલગ ગૌચરની જમીન પણ આપી હતી ત્યારે ગ્રામજનોએ કંપની અને વહીવટી તંત્રને પોતાના ખેતરમાં તેમજ અહીં બાજુમાં આવેલ પ્રાચીન ભોળિયા મહાદેવ જવા માટે રસ્તાની માંગ પણ કરી હતી.
કંપની અને તંત્રએ જે-તે વખતે ખેડૂતોને દિલાસો આપી ખેતરમાં જરૂરી વાહન જઈ શકે એવા વાહનો માટે રસ્તાની ખાતરી પણ આપી હતી અને સ્થાનિક તંત્ર એ સ્થળ પર પહોંચી પંચનામું કરી ખેડૂતોને રસ્તો આપવા લેખિત પણ આપ્યું હતું.
પરંતુ હવે આ કંપની દ્વારા સેટેલાઇટ DLR નકશા પ્રમાણે ખેડૂતોને ખાંચાખૂંચી વાળો અને અલગ અલગ માપ વાળો રસ્તો આપી વરંડાનું કામ બેટરી બનાવતી કંપનીએ શરૂ કરતાં ફિંચડી ગામના ખેડૂતોએ આ એક સાઈઝનો રસ્તો ના દેખાતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ચાલુ કમ્પાઉન્ડ વોલનું કામ અટકાવ્યું હતું અને જ્યાં સુધી યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી કામ શરૂ નહીં કરવા દેવાની ચીમકી અને લડત આપવાના શૂર લાલકાર્યા છે. ત્યારે હાલમાં તો કામ બંધ કરી દેવાયું છે પરંતુ ખેડૂતો મક્કમ દેખાતા હવે આગળ શું નિર્ણય આવે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો - આણંદની ગણેશ ચોકડી નજીક ફાટક પર રૂપિયા 143 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BahucharajicontroversyFarmersGujaratFirstMahesana
Next Article