Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પડવલા ગામે ખેડૂતે મલ્ચિંગ પધ્ધતિથી ગૌ આધારીત મરચાની ખેતી કરીને મેળવ્યું ડબલ ઉત્પાદન

ખેડૂતોએ (Farmers) પોતાની આવક ડબલ કરવી હોય,એ પણ ઓછા ખર્ચે અને ઓછી મહેનતો તો આજના જમાનામાં આધુનિક ટેક્નોલૉજી સાથેની ખેતી (Farming) અપનાવવી જરૂરી બની છે ત્યારે રાજકોટના (Rajkot) ઉપલેટા (Upaleta) તાલુકાના નાના એવા પડવલા ગામના પ્રગતિશીલ ખેડૂતે મલ્ચિંગ અને ડ્રીપઈરીગેશન પધ્ધતિથી મરચીની ગૌ આધારીત ખેતી કરીને મરચાનું ડબલ ઉત્પાદન મેળવ્યું છે.ઉપલેટાના પડવલા ગામના પ્રગતિશીલ ખેડૂત કિરણકુમાર બરોચીયાએ પોતાના à
પડવલા ગામે ખેડૂતે મલ્ચિંગ પધ્ધતિથી ગૌ આધારીત મરચાની ખેતી કરીને મેળવ્યું ડબલ ઉત્પાદન
ખેડૂતોએ (Farmers) પોતાની આવક ડબલ કરવી હોય,એ પણ ઓછા ખર્ચે અને ઓછી મહેનતો તો આજના જમાનામાં આધુનિક ટેક્નોલૉજી સાથેની ખેતી (Farming) અપનાવવી જરૂરી બની છે ત્યારે રાજકોટના (Rajkot) ઉપલેટા (Upaleta) તાલુકાના નાના એવા પડવલા ગામના પ્રગતિશીલ ખેડૂતે મલ્ચિંગ અને ડ્રીપઈરીગેશન પધ્ધતિથી મરચીની ગૌ આધારીત ખેતી કરીને મરચાનું ડબલ ઉત્પાદન મેળવ્યું છે.
ઉપલેટાના પડવલા ગામના પ્રગતિશીલ ખેડૂત કિરણકુમાર બરોચીયાએ પોતાના ખેતરમાં 12 વીઘામાં મલ્ચિંગ અને ડ્રીપઈરીગેશન પધ્ધતિથી મરચાની ગૌ આધારીત ઓર્ગેનિક ખેતી કરી છે. કિરણકુમારે વીઘા દીઠ 50થી60 મણ કહી શકાય તેટલું મરચાનું ડબલ ઉત્પાદન મેળવ્યું છે એ પણ ઓછા ખર્ચે અને ઓછી મહેનતે.
ગુજરાતના ખેડૂતો ઈઝરાઈલની મલ્ચિંગ અને ડ્રીપઈરીગેશન પધ્ધતિથી ખેતી કરતા થયા છે.ત્યારે ઉપલેટાના કિરણકુમાર બરોચીયાએ પોતાના 12 વીઘા ખેતરમાં ડ્રીપઈરીગેશન સાથે મલ્ચિંગ કરીને મરચાના પાક ઉગાડ્યો હતો.મલ્ચિંગ ખેતી પધ્ધતિમાં ખેડૂતને એક વીઘા દીઠ રૂપિયા 4000/-થી લઈને 5000/-સુધીનો ખર્ચ થતો હોય છે.
જેમની સામે ખેડૂતોને મલ્ચિંગમાં ઓછુ પિયત નિંદામણનો નાશ,તેમજ ગૌ આધારિત ખેતી હોવાથી દવા ખાતરના ખર્ચાઓમાંથી પણ છૂટકારો મળે છે.તેમ છતા પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમા મરચાનું વીઘા દીઠ 50થી 60 મણ સૂકા મરચાનું ઉત્પાદન મેળવીને પોતાની આવક ડબલ કરીને બતાવી છે.
હાલમાં ઉપલેટાના પ્રગતિશીલ ખેડૂતે મલ્ચિંગ પધ્ધતિથી મરચાની ખેતી કરીને વીઘા દીઠ 30 થી 40 મણ મરચાનું ઉત્પાદન મેળવીને લાખો રૂપિયાની કમાણી તો કરી જ લીધી છે.ત્યારે મરચાની આ ખેતીમાં ખેડૂતો વીઘા દીઠ 60 મણ મરચાનુ ઉત્પાદન મેળવવાની ધારણા કરી રહ્યા છે.
ઉપલેટાના ખેડૂતે મલ્ચિંગ પધ્ધતિથી અપનાવે મરચાની ખેતીમાં ઓછુ પાણી,ખાતર,દવા અને નિંદામણના નાશ સાથે છોડમાં આવતા ઘણા રોગોમાં ફાયદો થતો હોવાથી પ્રગતિશીલ ખેડૂતની આ ખેતી અન્ય ખેડૂત માટે પણ પ્રેરણાદાયક બનવા પામી છે.
ઉપલેટાના પ્રગતિશીલ ખેડૂતે મલ્ચિંગ અને ડ્રીપઈરીગેશન પધ્ધતિથી કરેલ મરચાની પ્રાકૃતિક ખેતીમાં ડબલ ઉત્પાદન મેળવીને પોતાની આવક ડબલ કરી છે.ત્યારે અન્ય ખેડૂતે પણ આવી આધુનિક અને ઓર્ગેનિક ખેતી અપનાવી જરૂરી બની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.