Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા

મહેસાણા  (Mehsana)જિલ્લાનું લાંઘણજ ગામ( Langhanaj village)બોર (Bore)માટે ખૂબ જાણીતું થયું છે. આ ગામ ના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી કરી મબલખ આવક ઉભી કરી રહ્યા છે. શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે લીલા બોર ખાવાની સીજન આ ગામના અજયભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે. શિયાળાની સીઝનમાં મબલખ પ્રમાણમાં બોરની ઉપજ મેળવી મહેસાણા સહીત દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે.મહેસાણા ના બોરની માંગ અનેક રાજ્યોમાં જોà
મહેસાણા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા
મહેસાણા  (Mehsana)જિલ્લાનું લાંઘણજ ગામ( Langhanaj village)બોર (Bore)માટે ખૂબ જાણીતું થયું છે. આ ગામ ના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી કરી મબલખ આવક ઉભી કરી રહ્યા છે. શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે લીલા બોર ખાવાની સીજન આ ગામના અજયભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે. શિયાળાની સીઝનમાં મબલખ પ્રમાણમાં બોરની ઉપજ મેળવી મહેસાણા સહીત દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે.
મહેસાણા ના બોરની માંગ અનેક રાજ્યોમાં જોવા મળે છે. જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં મહેસાણાના બોરની મજા લોકો હોશે હોશે માણે છે. ગત વર્ષની સરખામણીમાં હાલ બોરના ભાવમાં ઘટાડો જોવા મળી રહયો છે. ગત વર્ષે 700 થી 800 સુધીના ભાવ સામે ચાલુ સાલે 350 સુધીના ભાવ હાલ મળતા હોવાની વાત ખેડૂત કરી રહ્યા છે, પણ સિઝનની શરૂઆત હોવાથી આગામી દિવસમાં ભાવમાં વધારો જોવા મળશે. એવી વાત ખેડૂત કરી રહ્યા છે. બાગાયતી ખેતીમાં ખેડૂતોને નુક્શાન ના પડતું હોવાની સાથે અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તેવી વાત કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લાનું લાંઘણજ ગામ બોર માટે ખૂબ જાણીતું બન્યું છે. આ ગામ ના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી કરી મબલખ આવક ઉભી કરી રહ્યા છે. શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે લીલા બોર ખાવાની સીઝન હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે લીલા શાકભાજી શિયાળામાં સવિશેષ જોવા મળે છે તેમાં આ લીલા ઠળિયાવાળા બોર નાના ભૂલકાઓને અતિ પ્રિય હોવાથી લોકો મકરસંક્રાંતિમાં ઉતરાણના સમયે ધાબા ઉપર તેની લીજ્જત માણતા હોય છે એટલે કે મકરસંક્રાંતિ એ તમે મહેસાણાના બોરની મજા માણસો એમ પણ કહી શકાય  લીલા બોરનો ઉછેર વર્ષોથી કરવામાં આવે છે તેની બોરડિયો એક વખત ઉછેર કર્યા બાદ વર્ષો સુધી તેના ફળ મળતા હોય છે ખૂબ ઓછા સમય દરમિયાન આ લીલા બોર ની આવક ખેડૂતોને મળે છે આમ કહીએ તો 12 મહિનાની સાચવણી અને માત્ર જાન્યુઆરી ડિસેમ્બર સહિત ફેબ્રુઆરીના અંત સુધીમાં સીઝન પુરી. તેથી ઓછા સમયની લાગત સાથે ખેડૂતો 12 મહિનાની એકસાથે કમાણી કરી જાય છે. તે જોતા આ ખેતી ખેડૂતોને ખૂબ પરવડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.