Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં ખેડૂતો જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા ખેતરમાં લગાવી રહ્યા છે વીજ કરંટવાળા તાર

ભરૂચ જિલ્લામાં ખેડૂતોનો તૈયાર પાક ઉપર જંગલી પ્રાણીઓ પાણી ફેરવી રહ્યા છે અને મોડી રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ ત્રાટકી રહ્યા છે જેમાં ડુક્કર સહિત રોઝ સહિતના પ્રાણીઓ ખેડૂતોના ખેતરમાં પ્રવેશી તૈયાર થયેલા પાકોને જમીનમાંથી જ ઉખાડી નાખતા હોય છે જેના કારણે ખેડૂતને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે કેટલાય ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ખેતરની ફરતે વોલ રૂપી લોખંડના વીજ કરંટ વાળા તારà«
ભરૂચમાં ખેડૂતો જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા ખેતરમાં લગાવી રહ્યા છે વીજ કરંટવાળા તાર
ભરૂચ જિલ્લામાં ખેડૂતોનો તૈયાર પાક ઉપર જંગલી પ્રાણીઓ પાણી ફેરવી રહ્યા છે અને મોડી રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ ત્રાટકી રહ્યા છે જેમાં ડુક્કર સહિત રોઝ સહિતના પ્રાણીઓ ખેડૂતોના ખેતરમાં પ્રવેશી તૈયાર થયેલા પાકોને જમીનમાંથી જ ઉખાડી નાખતા હોય છે જેના કારણે ખેડૂતને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે કેટલાય ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ખેતરની ફરતે વોલ રૂપી લોખંડના વીજ કરંટ વાળા તારો લગાડી પોતાના પાકનું રક્ષણ કરી રહ્યા છે
ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠે ખેડૂતોના ખેતરોમાં ચોમાસાની ઋતુમાં પૂર્ણ પાણી ખેડૂતોની ખેતીને નષ્ટ કરી નાખે છે જ્યારે આઠ મહિના સુધી એટલે કે શિયાળો અને ઉનાળો દરમિયાન ખેડૂતો પોતાની ખેતી કરીને આત્મનિર્ભર બનવાના પ્રયાસો કરતા હોય છે પરંતુ તેમાં હવે જંગલી પ્રાણીઓ ખેડૂતોના તૈયાર પાકને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બોરભાઠા બેટમાં હજારો એકરની જમીનમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે જેમાં તુવેર,શેરડી ,કેળ ,કોબીચ, ફ્લાવર,  ચીકુ,  લીંબુ સહિતની ખેતી કરી રહ્યા છે. પરંતુ મોડી રાત્રિના સમયે ખેડૂતોના ખેતરોમાં જંગલી પ્રાણી ડુક્કર રોઝ સહિતના પ્રાણીઓના જૂથ આવીને ખેડૂતોની ખેતીને નુકસાન કરી જતા હોય અને સવારે ખેડૂતો પોતાના ખેતરમાં આવે તો જંગલી પ્રાણીઓ નુકસાન કરેલું હોવાનું જોવા મળતું હોય છે જેના કારણે ખેડૂતને પરસેવે તૈયાર કરેલી ખેતી નુકસાન થતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતો વળતરની માંગ પણ સરકાર પાસે કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના કેટલાય ખેડૂતો પોતાના તૈયાર થયેલા પાકને બચાવવાના પ્રયાસો કરે છે સાથે ખેડૂતોના તૈયાર થયેલા પાકને જંગલી પ્રાણીઓ નુકસાન ન પહોંચાડી શકે તે માટે કેટલાય ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાકને બચાવવાના ભાગરૂપે પાકની ફરતે લોખંડના તાર બાંધ્યા છે જેમાં સોલાર પેનલ મારફતે કરંટ ઉતારવામાં આવ્યો છે દિવસ દરમિયાન સોલાર પેનલ ચાર્જિંગ કરવામાં આવે છે અને રાત્રી દરમિયાન લોખંડના તાર માં કરંટ ઉતારવામાં આવે છે જો કોઈ જંગલી પ્રાણી લોખંડના તારને અડી લે તો તેને જોરદાર કરંટ લાગે છે અને તે ભાગી જાય છે આમાં જંગલી પ્રાણીને પણ નુકસાન થતું નથી અને ખેડૂતોના પાકને પણ નુકસાન થતું નથી પરંતુ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે હવે જંગલી પ્રાણીઓને ખેતીથી દૂર રાખવા માટે લોખંડના તારમાં વીજ કરંટ ઉતારીને પોતાનો પાક બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.